પાંચમી ટેસ્ટમાં બુમરાહની વાપસી, રાહુલ `આઉટ’
વેાશિંગ્ટન સુંદરને રણજી ટ્રેાફી માટે છૂટેા કરાયેા
ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં ૭ માર્ચથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ રમાવાની છે જેને લઈને ટીમમાં અમુક ફેરફાર કરાયા છે. આ મેચમાં રાહુલ હજુ પણ ઉપલબ્ધ નથી જ્યારે જસપ્રીત બુમરાહની વાપસી થવાની છે.
રાહુલને લઈને બેાર્ડે કહ્યું કે તે હજુ ફિટ થયેા નથી અને સારવાર માટે લંડન ગયેા છે. તે પાંચમી ટેસ્ટમાં રમશે નહીં. જ્યારે બુમરાહને ચેાથી ટેસ્ટમાં આરામ અપાયેા હતેા પરંતુ તે ધર્મશાલા ટેસ્ટથી વાપસી કરશે. વેાશિંગ્ટન સુંદરને લઈને બેાર્ડે કહ્યું કે તેને ટીમમાંથી રિલિઝ કરાયેા છે. તે ટેસ્ટ ટીમનેા હિસ્સેા હતેા પરંતુ તેને એક પણ તક મળી ન હેાવાથી હવે તે તમીલનાડુ વતી રણજી ટ્રેાફીનેા સેમિફાઈનલ મુકાબલેા રમશે. આ જ રીતે મેાહમ્મદ શમી ટૂંક સમયમાં બેંગ્લેાર નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જશે.
છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
રેાહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વા.કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), કે.એસ.ભરત (વિકેટકિપર), દેવદત્ત પડ્ડીકલ, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મેાહમ્મદ સીરાજ, મુકેશ કુમાર, આકાશદીપ