આજે સાંજે ૭:૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે ટીમ ઈન્ડિયા
તમામ એક સાથે જ એરપોર્ટ પર ઉતરશે: ટૂંક સમયમાં વડાપ્રધાન કરશે સન્માન
બારબાડોસમાં વાતાવરણ ચોખ્ખું થતાં જ ગત સાંજે ૬ વાગ્યે ભરી ઉડાન
ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝથી ભારત આવવા રવાના થઈ ચૂકી છે. બારબાડોસના વડાપ્રધાન મિયા મોટલીએ કહ્યું કે સ્થિતિ થાળે પડી જતાં ખેલાડીઓને ભારત મોકલવામાં આવ્યા છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ, સપોર્ટિંગ સ્ટાફ અને બીસીસીઆઈના અમુક અધિકારી તેમજ ખેલાડીઓનો પરિવાર તોફાન `બેરિલ’ને કારણે પાછલા બે દિવસથી અહીં ફસાયેલા હતા.
ટીમ બારબાડોસથી બ્રિજટાઉન પહોંચી હતી અને ત્યાંથી સાંજે છ વાગ્યે રવાના થઈને આજે સાંજે ૭:૪૫ વાગ્યે આવી પહોંચશે.
ટીમના તમામ ખેલાડીઓ એક સાથે દિલ્હી એરપોર્ટ ઉપર જ ઉતરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેલાડીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત કરવામાં આવશે જે અંગેના કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોટલીએ કહ્યું કે એવા અનેક લોકો છે જેને આજે મોડીરાત્રે અથવા સવારે નીકળવાનું હતું. તોફાન હળવી પડતાંની સાથે જ એરપોર્ટ શરૂ કરી દેવાયું છે. સોમવારે બારબાડોસ અને આસપાસના દ્વિપમાં જીવલેણ હવાઓ ફૂંકાઈ અને તોફાન આવ્યું હતું. અંદાજે ત્રણ લાખની વસતીવાળશે આ દેશ રવિવાર સાંજથી લોકડાઉનનો સામનો કરી રહ્યો હતો.