એટલાન્ટીસ આગકાંડ મામલે જવાબદારી કોની ફિક્સ કરવી ? રાજકોટ પોલીસ પણ ચકરાવે ચડી, FSL રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર સામે આવેલા એટલાન્ટીસ હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં ગત ૧૪ માર્ચ એટલે કે ધૂળેટીના દિવસે ‘સી’ વિંગના છઠ્ઠા માળે ભીષણ આગ ફાટી નીકળતાં એ જ વિંગમાં અલગ-અલગ સામાનની ડિલિવરી કરવા ગયેલા ત્રણ નિર્દોષ યુવકના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવ બન્યાને એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કોઈ જ તજવીજ કરવામાં ન આવતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન આ અંગે પોલીસ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે આગ લાગ્યા બાદ એફ.એસ.એલ. દ્વારા પંચનામું કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે આવી ગયા બાદ ગુનો નોંધવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.
આ અંગે એસીપી બી.જે. ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પોલીસ દ્વારા મહાપાલિકાના ફાયર, બાંધકામ વિભાગ તેમજ પીજીવીસીએલ પાસેથી એટલાન્ટીસ બિલ્ડિંગને લગત તમામ પૂરાવા મેળવવામાં આવ્યા હતા પરંતુ તેના પરથી કોની જવાબદારી ફિક્સ કરવી તે નક્કી થઈ શક્યું ન્હોતુ, હવે એફએસએલ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે આખરે આગ પાછળ કોઈની જવાબદારી બને છે કે નહીં ? આ પછી જ ફરિયાદ કરવાંની કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે એમ પણ ઉમેર્યું કે બિલ્ડિંગ દ્વારા કોઈ હોદ્દેદારો નીમવામાં આવ્યા નથી કે ઓનપેપર કોઈ એસોસિએશનની રચના પણ કરવામાં આવી નથી. માત્ર કામચલાઉ ધોરણે સેક્રેટરી અને ખજાનચીની મૌખિક નિમણૂક કરી તેમને ‘વહીવટ’ સોંપી દેવામાં આવ્યો છે. વળી, જે-તે સમયે ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી રિન્યુ નહીં કરવા અંગે નોટિસ પાઠવાઈ ત્યારે તે નોટિસમાં પણ કોઈના હસ્તાક્ષર જોવા મળ્યા ન્હોતા. બિલ્ડર દ્વારા આ બિલ્ડિંગ બનાવીને જે-તે ફ્લેટધારકોને સોંપી દેવામાં આવ્યું હતું પરંતુ ફ્લેટધારકે દ્વારા જ એસોસિએશનની રચના કરવામાં આવી ન હોવાથી હજુ સુધી જથાબદારી ફિક્સ કરી