અંગ્રેજો ઉતર્યા બેઈમાની પર !
: ભારત સામેની ટેસ્ટમાં ખોટેખોટી અપીલ કરી ઉછળવા લાગ્યા’ને અમ્પાયરે કર્યો ન્યાય
ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ બેઈમાની ઉપર ઉતરી આવી હતી. યશસ્વી જયસ્વાલ બેટિંગ કરી રહ્યો હતો અને ઓલી રોબિન્સન બોલિંગ કરી રહ્યો હતો. આ વખતે ઑફ સ્ટમ્પ બહાર ફેંકાયેલા બોલને યશસ્વીએ પુલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બેટના કિનારાને અડીને દડો પાછળ ચાલ્યો ગયો હતો જેને વિકેટકિપર બેન ફોક્સે કૂદકો મારીને પકડી લીધો હતો. જો કે કિપરે કેચ કર્યો છે કે નહીં તેને લઈને બોલર આશ્વસ્ત ન્હોતો પરંતુ કેપ્ટન બેન સ્ટોક્સ અને આખી ટીમ વિકેટ મળી હોય તેમ ઉજવણી કરવા લાગી હતી. ટીવી રિપ્લે જોયા છતાં અંગ્રેજો ખુશી મનાવવામાં મગ્ન હતા પરંતુ અમ્પાયરે તુરંત જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતા યશસ્વીને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ પછી યશસ્વીએ પણ અંગ્રેજોને બેફામ ધોલાઈ કરી હતી.