Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

એમ.ડી.સાગઠિયા: ટાઉન પ્લાનર કે વ્યાજખોર ?

Mon, June 3 2024

૩૫ લાખ વ્યાજે આપીને યુનિ. રોડ વિસ્તારમાં ૯૬ વાર જગ્યા પચાવી પાડી’ને ત્યાં બનાવ્યું પાંચ માળનું અલખધણી' એપાર્ટમેન્ટ

૯૬ વાર જગ્યા પૂરી ન પડી તો ત્યાં જ આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ૫૦ વાર જગ્યા પણદબાવી’

‘અલખધણી' બિલ્ડિંગ તૈયાર કરવા માટે મનપાની જ રેતી, પાણી સહિતનો ઉપયોગ કર્યો

મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનોજ સાગઠિયાના દરરોજ નવા-નવા કારસ્તાન બહાર આવી રહ્યા છે. ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન સાગઠિયાએ જ્યાં ઈચ્છા પડી ત્યાં હાથ મારીને જબરી માલ-મિલકત એકઠી કરી લીધી છે. જો કે પાપનો ઘડો ધીમે ધીમે ભરાઈ રહ્યો હોય ટીઆરપી ગેઈમઝોન દૂર્ઘટના બાદ તે ફૂટી ગયો છે અને અત્યારે ચારે બાજુ સાગઠિયાએ કરેલા કારનામા બહાર આવી રહ્યા છે. સાગઠિયાએ બેનામી મિલકતો ઘણી વસાવી છે જેમાં ફાર્મહાઉસ, પેટ્રોલ પંપ સહિતનો સમાવેશ થાય છે ત્યારે હવે એવો ખુલાસો થયો છે કે તેણે વ્યાજખોરી પણ કરી લીધી છે !! આ ખુલાસો સાગઠિયાને બરાબર રીતે ઓળખતી એક વ્યક્તિએ જ કર્યો છે.

આ વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં એમ.ડી.સાગઠિયાએઅલખધણી’ નામનું પાંચ માળનું એપાર્ટમેન્ટ બનાવ્યું છે જ્યાં એક માળ ઉપર બે ફ્લેટ બનાવાયા છે. આ એપાર્ટમેન્ટ આમ તો ૧૪૬ વારમાં બનેલું છે. જો કે ૯૦ વાર જગ્યા બીપીન સોલંકી નામની વ્યક્તિની હતી જેને સાગઠિયાએ ૨૦૧૭-૧૮માં ૩૫ લાખ જેટલી રકમ વ્યાજે આપી હતી. થોડો સમય વ્યાજ વસૂલ્યા બાદ સાગઠિયાએ આ જગ્યા પચાવી પાડી હતી અને તેના ઉપર એપાર્ટમેન્ટ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

સાગઠિયાની ધાક એટલી હતી કે તેની સામે વ્યાજખોરીની ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું જેના કારણે જ બીપીન સોલંકીએ ૩૫ લાખમાં કિંમતી જમીન સાગઠિયાને આપી દીધી હતી. આ પછી સાગઠિયાની નજર એપાર્ટમેન્ટની પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ ઉપર પડી હતી. એપાર્ટમેન્ટ બનાવવા માટે જગ્યા ખૂટતી હોવાથી તેણે ૯૬ વાર ઉપરાંત બીજી ૫૦ વાર જગ્યા પચાવી પાડી હતી જેના કારણે ૧૪૬ વાર જગ્યામાં તેનું એપાર્ટમેન્ટ તૈયાર થવા લાગ્યું હતું.

એપાર્ટમેન્ટ તૈયાર કરવા માટે સાગઠિયાએ મહાપાલિકાની જ રેતી, પાણી સહિતનો ઉપયોગ કર્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે ત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ આ દિશામાં તપાસ કરે તો ઘણા રહસ્યો ઉજાગર થઈ શકે તેમ છે.

આ જગ્યા સાગઠિયાના સસરાના નામે
એવું પણ જાણવા મળ્યું છે કે સાગઠિયા પોતે અનામિકા સોસાયટીમાં રહે છે અને `અલખધણી’ એપાર્ટમેન્ટની જગ્યા તેણે સસરાના નામે કરેલી છે. હાલ અત્યારે અહીં તેના બે સાળા, સસરા અને પોતે રહેતો હતો કેમ કે તેનો બંગલો તૈયાર થઈ રહ્યો હોવાથી તેણે પણ અહીં જ તંબુ તાણ્યા હતા.

બે બેડ, હોલ, કિચનની સુવિધા જેની કિંમત ૨૫ લાખ ગણાય
સાગઠિયાએ `અલખધણી’ નામનું એપાર્ટમેન્ટ બનાવ્યું છે તેમાં પ્રત્યેક માળે બે ફ્લેટ આવેલા છે. દરેક ફ્લેટ બે રૂમ, હોલ અને કિચનની સુવિધાથી સજ્જ છે. આ રીતે જોવા જઈએ તો એક ફ્લેટની કિંમત ૨૫ લાખ રૂપિયા ગણાય ત્યારે અહીં ૧૦ ફ્લેટ હોવાથી તે પ્રમાણે આખા એપાર્ટમેન્ટની કિંમત અધધ અઢી કરોડ જેવી થવા જાય છે.

Tags:

gamezonemdsagathiyarajkotrmctpotrp

Share Article

Other Articles

Previous

મનપાના નાક નીચે બાંધકામ થતાં ગેઇમ ઝોનનું કામ રાતોરાત બંધ

Next

ઇન્ફીનીટી ગેઇમ ઝોનની પોલ ખૂલતાં બોક્ષ ક્રિકેટનો અલગ ગેઇટ બનાવ્યો 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
2 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
2 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
6 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

#LIVE : Rajkot ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન
રાજકોટ
2 વર્ષ પહેલા
લો બોલો! દારૂ પીવા જગ્યા ન મળતાં 3  મિત્રો રસ્તા ઉપર કારમાં જ ‘પાર્ટી’કરવા લાગ્યા,રાજકોટ પોલીસે પાડ્યો રંગમાં ભંગ
ક્રાઇમ
8 મહિના પહેલા
અવિશ્વાસ પ્રસ્તાવ લોકોને ભ્રમિત કરવા માટે આવ્યું, જનતાનો સરકાર પર પૂર્ણ વિશ્વાસ, લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહનું બયાન
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મંત્રી બાબરિયાએ રાજકોટ એઈમ્સના વખાણ કર્યા, વકીલે ટોણો માર્યો, બે વર્ષથી આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, શરૂ કરાવો!
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર