પ્રતિબંધિત દવા લેવા બદલ લંકાનો વિકેટકિપર ત્રણેય ફોર્મેટમાંથી સસ્પેન્ડ
શ્રીલંકા ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકિપર નિરોશન ડિકવેલા ડોપ ટેસ્ટમાં ફેઈલ ગયો છે જેના કારણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેના રમવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી લંકા પ્રિમીયર લીગ-૨૦૨૪માં કથિત એન્ટી ડોપિંગ ઉલ્લંઘન બદલ દોષિત ઠર્યા બાદ ૩૧ વર્ષીય આ ક્રિકેટરને સસ્પેન્ડ કરી દેવાયો છે. ડિકવેલા પર આ પ્રતિબંધ ક્યાં સુધી લાગુ રહેશે તે વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ડિકવેલા વારંવાર વિવાદમાં ઘેરાયેલો જ રહેતો હોવાથી તેના ઉપર અનિશ્ચિતકાળ સુધી પ્રતિબંધ લાગી શકે છે. ડિકવેલા લંકા પ્રિમીયર લીગ દરમિયાન એક દવાના ડોપિંગ વિરોધી ટેસ્ટમાં ફેલ થયો હતો. લંકા પ્રિમીયર લીગમાં તે ગૉલ માર્વલ્સનો કેપ્ટન હતો.