Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝધાર્મિક

‘નાના’ યાત્રાધામોનો સરકાર કરશે ‘મોટો’ વિકાસ : જાણો આગામી 25 વર્ષના વિઝન સાથે વિકાસનું માસ્ટર પ્લાનિંગ

Sat, August 17 2024

  • મુખ્ય યાત્રાધામોની ફરતે આવેલા નાના-નાના યાત્રાધામોનો ₹857.14 કરોડના ખર્ચે જબરદસ્ત વિકાસ
    કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક, માધવપુર જેવા યાત્રાધામો પર વિશેષ ફોકસ

ગાંધીનગર,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ જબરદસ્ત વિકાસ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ધાર્મિક પ્રવાસનને મોટું પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પણ વડાપ્રધાનના પ્રયત્નોમાં પોતાનું યોગદાન આપી રહી છે. રાજ્ય સરકારે નાના-નાના યાત્રાધામો ખાતે કુલ અંદાજે ₹857.14 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન હાથ ધર્યું છે.

આગામી 25 વર્ષના વિઝન સાથે વિકાસનું માસ્ટર પ્લાનિંગ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ જણાવે છે કે રાજ્યના તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં માત્ર મંદિરોનો જ વિકાસ નહીં, પરંતુ મંદિર પરિસરની સાથે-સાથે સમગ્ર યાત્રાધામનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગામી 20-25 વર્ષોના વિઝન પ્રમાણે આવનાર પ્રવાસીઓની ગણતરીને ધ્યાનમાં લઈને યાત્રાધામોના વિકાસનો નકશો બનાવી શકાય. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા એ રીતનો વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી મંદિર કે યાત્રાધામ માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ હોય એવું ન લાગે, પણ તમામ વયજૂથના લોકોને યાત્રાધામ પોતાનું લાગે.

રાજ્યના મહત્વના અંબાજી-બહુચરાજી જેવા યાત્રાધામોની આસપાસ આવેલા યાત્રાધામોનો વિકાસ ₹216.51 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યો છે. આ પૈકી, માસ્ટર પ્લાનિંગની કાર્યવાહી હેઠળ અંબાજીની આસપાસ આવેલ યાત્રાધામોનો ₹135.51 કરોડના ખર્ચે વિવિધ પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

પાવાગઢ અને આસપાસના યાત્રાધામો ખાતે ₹187.49 કરોડના ખર્ચે વિકાસકાર્યો

પાવાગઢ યાત્રાધામ અને તેની આસપાસના તીર્થક્ષેત્રોમાં અંદાજે ₹187.49 કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાવાગઢ યાત્રાધામ ખાતે ₹121 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને માંચી ચોક ખાતે ₹12.91 કરોડના વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે.

પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં ₹318.13 કરોડના ખર્ચે યાત્રાધામોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરમાં માધવપુર સ્થિત શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણિ યાત્રાધામ ખાતે ₹42.43 કરોડ, કચ્છમાં માતાનો મઢ યાત્રાધામ ખાતે અંદાજે ₹32.70 કરોડ અને નારાયણ સરોવર ખાતે ₹30 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા કૉરિડોરનો ભવ્ય પ્રોજેક્ટ વિચારાધીન છે. તદ્ઉપરાંત; બેટ દ્વારકાના વિકાસ માટે ₹155 કરોડનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરાયું છે, તેમજ ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ₹33 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે.

Tags:

bhupendra patelgujaratgujarat newsyatradhamyatradham vikas

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરતા વિજયભાઈ રૂપાણી

Next

પ્રતિબંધિત દવા લેવા બદલ લંકાનો વિકેટકિપર ત્રણેય ફોર્મેટમાંથી સસ્પેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
3 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
4 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
4 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
4 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

રશિયાની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ : લોન્ચપેડનો પણ થયો નાશ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ ભળશે, સરકારની તૈયારી
નેશનલ
4 સપ્તાહs પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો સ્વભાવ ગુસ્સાવાળો રહેશે, મહત્વના કાર્યોમાં ભૂલો પડશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
મોદી-પુતિનની ખાસ બેઠક: બિશ્કેકથી યુદ્ધના મેદાન સુધી ગુંજ્યો શાંતિનો સંદેશ, જાણો શું થઈ ચર્ચા?
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર