ઑસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પી.વી.સિંધુનો પરાજય
પ્રિયાંશુ અને પ્રણય સેમિફાઈનલમાં પહોંચ્યા: આજે બન્ને વચ્ચે મુકાબલો
નવીદિલ્હી, તા.5
ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પી.વી.સિંધુ અને પૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંત ઑસ્ટ્રેલિયા ઓપનના ક્વાર્ટરમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે પ્રિયાંશુ રજાવત અને એચ.એસ.પ્રણય સેમિફાઈનલમાં પહોંચ્યા છે. આજે સેમિફાઈનલમાં પ્રિયાંશુ અને પ્રણય એકબીજા સામે ટકરાશે. પ્રિયાંશુએ ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંતને હરાવ્યો હતો.
પી.વી.સિંધુને ક્વાર્ટર ફાઈનલમાં ટૂર્નામેન્ટની ચોથી સીડ મલેશિયાની બેવેન ઝાંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બેવેન ઝાંગે સિંધુને 21-12 અને 21-17થી હરાવી હતી. આ પહેલાં ઝાંગ બીજા રાઉન્ડમાં હુઆંગ યૂ-સનને 19-21, 21-10, 21-12થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.