અમેરિકા: મેસ્સીએ કર્યો ૧૦૯મો ગોલ: આર્જેન્ટીના ફાઈનલમાં
કેનેડાનો પરાજય: હવે ફાઈનલમાં આર્જેન્ટીનાનો મુકાબલો ઉરુગ્વે અથવા કોલંબિયા સામે
લિયોનલ મેસ્સીના પોતાના કરિયરનો ૧૦૯મો આંતરરાષ્ટ્રીય ગોલ અને કોપા અમેરિકા ટૂર્નામેન્ટના પહેલા ગોલના દમ પર ગત ચેમ્પિયન આર્જેન્ટીનાએ કેનેડાને ૨-૦થી હરાવીને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આર્જેન્ટીના તરફથી જૂલિયન અલ્વારેઝે ૨૨મી મિનિટમાં પહેલો ગોલ કર્યો જ્યારે મેસ્સીએ ૫૧મી મિનિટમાં એન્ઝો ફર્નાન્ડીઝના શૉટને ગોલમાં તબદીલ કરી લીડ બમણી કરી હતી. મેસ્સી સામે ત્યારે ગોલકિપર મૈક્સિમ ક્રેપ્યુ હતો પરંતુ આ સ્ટાર ફૂટબોલ સામે તેની એક ન્હોતી ચાલી. મેમસ્સીએ આર્જેન્ટીના માટે પાછલી ૨૫ મેચમાં ૨૮ ગોલ કર્યા છે. તે કોપા અમેરિકામાં અત્યાર સુધી ૧૪ ગોલ કરી ચૂક્યો છે જે રેકોર્ડથી ત્રણ ગોલ ઓછા છે.
આર્જેન્ટીના જો કોપા અમેરિકા જીતી જાય છે તો બે મહાદ્વિપીય ટૂર્નામેન્ટ ખીતાબ જીતીને સ્પેનની બરાબરી કરી લેશે. ૨૦૨૨માં કતરમાં ફીફા વર્લ્ડકપ જીત્યા પહેલાં મેસ્સીની ટીમે ૨૦૨૧માં કોપા અમેરિકા જીત્યો હતો. સ્પેને ૨૦૦૮ અને ૨૦૧૨માં યૂરોકપ જીત્યો જ્યારે ૨૦૧૦માં ફીફા વર્લ્ડકપ જીત્યો હતો. મેચની વાત કરીએ તો આર્જેન્ટીનાએ ૨૨મી મિનિટમાં ગોલ કર્યો હતો. મેસ્સી પાસે ૪૪મી મિનિટમાં પોતાની લીડ વધારવાની તક હતી પરંતુ તે ચૂકી ગયો હતો. જો કે આ પછી ૫૧મી મિનિટમાં આર્જેન્ટીના માટે બીજો ગોલ કર્યો હતો.