રાજકોટના પટેલ શખ્સના હાથે પોરબંદરના યુવાનની હત્યા
પોરબંદરની પરણીતાને ભાગડી જનાર રાજકોટના શખ્સે છૂટાછેડા આપવા ધમકી આપી*તી
ઘરે સૂતેલા યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી
પોરબંદરનાં છાયામાં રાજૂ જેસા ઓડેદરા નામના યુવકની હત્યા થઈ છે. જેમાં રાજકોટના પટેલ શખ્સ અને મૃતક રાજૂની પત્ની અને તેના સાળાએ સાથે મળી રાજકોટ થી પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા રાજુ જેસા ઓડેદરાની ઘરમાં ઘૂસી માથામાં કુહાહીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ બનાવમાં મૃતક રાજૂની પત્નીને રાજ્કોટનો પટેલ શખ્સ ભગાડી ગયો હોય છૂટાછેડા આપવા બાબતે છેલ્લા ઘણા દિવસથી માથાકૂટ ચાલતી હોય જેમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો રાજૂ જેસા ઓડેદરાની હત્યા અંગે તેની માતા વાલીબેનના જણાવ્યા અનુસાર પુત્ર રાજૂના લગ્ન કપૂ નામની યુવતી સાથે થયા હતા આશરે 7 પાસ પૂર્વે રાજૂનો પત્ની કપૂને રાજકોટના નીતિન પટેલ સાથે પ્રેમ સંબંધ હોય નીતિન કુપને ભગાડી ગયો હતો ત્યારથી બંને વચ્ચે માથકૂટ ચાલતી હતી. કપૂને છૂટાછેડા આપી દેવ માટે નીતિન અવાર નવાર ધમકી આપતો હતો. બનાવના દિવસે બુધવારે સવારે નિત્ય ક્રમ મુજબ દૂધ દેવા માટે ગાડી છાયા વિસ્તારમાં રહેતા જેસા ભાઈ ઓડેદરાના ઘરે આવી ત્યારે ડ્રાઇવરે દૂધ ના કેન ઊતરતો હોય રાજૂ દરરોજ કેન ઉતારવા આવતો હોય તે નહિ દેખાતા તેના પિતા જેસાભાઈ ઓડેદરાએ દૂધ વાળાને રાજૂ કયા છે તેવું પૂછતાં રાજૂના રૂમનો દરવાજો ખખડાવ્યો છતાં રાજૂએ દરવાનો નહિ ખોલતા પોતે દૂધ ઉતરાતો હોવાની વાત કરી હતી. જેથી જેસાભાઈ પુત્ર રાજૂને જગાડવા ગયા ત્યારે પણ રાજૂએ દરવાજો નહિ ખોલતા જેસાભાઈ મકાનની ઉપર ચડી સીડી રાખી રાજૂના રૂમમાં ઉતરીને ગયા ત્યારે રાજૂ લોહી લુહાણ હાલતમાં મૃત મળ્યો હતો. રાજૂના માથાના ભાગે હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવ્યાનું જાણવા મળતા જેસાભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ તાત્કાલિક છાયા વિસ્તારમાં હત્યા સ્થળે દોડી ગયો હતો.
સપ્તાહ પૂર્વે પોલિસને જાણ કરી છતાં કોઈ કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ
રાજૂ જેસા ઓડેદરાની હત્યામાં મૃતકની માતાએ પોલીસ સામે કોઈ કાર્યવાહી નહિ કર્યાના આક્ષેપ કર્યા હતા. વાલીબેને આક્ષેપ કરતાં જણાવ્યું કે પુત્ર રાજૂની પત્ની કપૂ રાજકોટના નીતિન પટેલ સાથે ભાગી ગઈ હોય નીતિન અવાર નવાર કપૂને છૂટાછેડા આપી દેવા ધમકી આપી જો છૂટાછેડા નહિ આપે તો રાજૂની હત્યા કરવાની ધમકી આપતા હોય વાલીબેને આ અંગે સપ્તાહ પૂર્વે કમલાબાગ પોલીસમાં અરજી કરી હતી પરતું પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરતાં પરિવારનો આધારસ્થંભ ગુમાવો પડ્યો હતો. પુત્રની હત્યામાં પુત્રવધૂ કપૂ અને તેનો ભાઈ અને રાજકોટના નીતિન પટેલની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે.