યતિષભાઈ હવે તમારા પડકાર મુજબ ચૂંટણી ન લડતા : જયરાજસિંહ
ગોંડલમાં નાગરિક બેંક કેસરિયો છવાયા બાદ વિજયસભા યોજાઈ
ઐતિહાસિક જીત બદલ સભાસદોનો આભાર માનતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા
ગોંડલ : ગોંડલ નાગરિક બેંકની ચુંટણીમાં વિપક્ષને ઘોર પરાજ્ય આપી ભાજપ પ્રેરીત પેનલનો પ્રચંડ વિજય થયા બાદ રાત્રે શહેરના ઉદ્યોગ ભારતી અયોધ્યા ચોક ખાતે ભાજપ દ્વારા વિજયસભાનું આયોજન કરાયુ હતુ.જેમાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સભાસદોનો હાથ જોડી આભાર માન્યા બાદ જેમની પેનલ સહિત કારમી હાર થઇ છે તેવા યતિષભાઈ દેસાઈને સવાલ કર્યો હતો કે, તમે જાહેરસભામાં પડકાર ફેંકેલો કે હારી જઇશ તો ચુંટણી લડીશ નહી,હવે હારી ગયા છો તો ચુંટણી લડાય ખરી? એક સિનિયર આગેવાન તરીકે સલાહ આપુ છુ કે આવા ચુકાદા પછી કોઈ પણ ચુંટણી લડવી જોઈએ નહી.
વિજયસભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિહે જણાવ્યું હતું કે, ગણેશને ચુંટણી લડવવાનો મારો કોઈ આગ્રહ ન હતો,દરેક સમાજમાંથી ગણેશને ચુંટણી લડાવવાની વાત આવી અને આ વાતે યતિશને દુખાવો થયો.યતિશ દેસાઈએ કેટલીક યુટ્યુબ ચેનલો ઉપર તેમના પરીવાર ને ટાર્ગેટ કરી રહી હોવા અંગે રોષ સાથે નારાજગી વ્યક્ત કરી કહ્યુ કે આ ચેનલો એવુ કહે કે ગણેશ જેલ માં દાંત કેમ કાઢે છે ? ભલા માણસ, દાંત નહી કાઢવા એવો કોઈ કાયદો છે ખરો? મને સારો કે ખરાબ કહેવાનો અધિકાર ગોંડલ ને છે.મારુ પ્રમાણપત્ર આપનારા તમે કોણ? નાગરિક બેંકનાં પરીણામ દ્વારા આવી ચેનલોને ગોંડલનાં મતદારોએ જવાબ આપી દીધો છે. સાથે જ જયરાજસિહે કહ્યુ હતું કે, આધુનિક અને સુવિધાઓ સાથે બેંકનુ નવુ બિલ્ડીંગ બનશે અને સભાસદોનાં વિશ્વાસને ક્યારેય દાગ નહી લાગે.
નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ યતિષભાઈ દેસાઈને આડે હાથ લઈ કહ્યુ કે યતિષભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે.સો વર્ષ જુના રાજાશાહી વખતનાં ભગાબાપુનાં બન્ને પુલને હજુ સો વર્ષ સુધી કંઈ થાય તેમ નથી.તેમ છતા કોર્ટને ગુમરાહ કરી પુલ બંધ કરાવી ગોંડલને બાનમાં લીધુ છે. પુલ બંધ થતા મમરા,સિમેન્ટ સહિત ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે.તેમણે કહ્યુ કે ગોંડલનાં હીતમાં યતિષભાઈએ હમેંશા અવરોધ નાખ્યા છે.બેંકનો ચુકાદો તેની ગવાહી છે.
વિજયસભામાં હાજર જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે બેંકની ચુંટણીમાં ઈમાનદારીનો વિજય થયો છે.ગોંડલના આન,બાન અને શાનનુ રક્ષણ જયરાજસિહ કરે છે. કોઈ લુખ્ખાઓ હાની પંહોચાડે તો તેને સીધાદોર કરવાનું કામ પણ જયરાજસિહ જાડેજા કરેછે.વિજય સભામાં ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.