એઇમ્સમાં `વોઇસ ઓફ ડે’ની લટાર…જુઓ
- ૨૫મીએ વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લી મુકાનારી હોસ્પિટલમાં અત્યંત આધુનિક કક્ષાની સુવિધાઓ
- અહીં દાખલ થનારા દર્દી કે તેના પરિવારજનને નાની અમથી તકલીફ ન પડે તે માટે હોસ્પિટલ સ્ટાફ સજ્જ

૨૫ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટમાં નિર્માણ પામેલી ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું છે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ હોસ્પિટલમાં કેવા પ્રકારની સુવિધાઓ મળવાની છે તેની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે `વોઈસ ઓફ ડે’ દ્વારા હોસ્પિટલમાં લટાર મારવામાં આવી હતી જે અત્રે પ્રસ્તુત છે…








