ગુનેગારો માટે કઠોર ગણાતા મહિલા આઇપીએસ અધિકારી એક સારા કવિયત્રી પણ છે
રાજકોટના પ્રથમ મહિલા અધિક પોલીસ કમિશનર ટ્રાફિક સમસ્યા ઉકેલવા નવા પગલાં ભરશે
પિતા આઇએએસ ન બની શક્યા, પણ ત્રણેય સંતાનોએ આઇપીએસ અને આઇએએસ બની સપનું સાકાર કર્યું
બાળકી સાથે જાતીય સોશનના કેસમાં ફાંસી સુધીની સજા અપાવનાર આઇપીએસ વિધિ ચૌધરીસાથે ખાસ વાતચીત
આજના યુગમાં ભણતરનું મહત્વ ખૂબ વધી રહ્યું છે, ત્યારે બે ત્રણ ભાઇ-બહેનમાંથી કોઇ એક વિષયમાં માસ્ટર હોય તોય ગૌરવની વાત ગણાય છે, ત્યારે રાજકોટના પ્રથમ મહિલા અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીના કુટુંબમાં તેઓ બે બહેન અને એક નાના ભાઇ છે, પણ ગૌરવની વાત એ છે કે તેઓ ત્રણેય આઇએએસ અને આઇપીએસ ઓફિસર છે. એક માં-બાપ માટે આનાથી વધુ ગૌરવની વાત શું હોઇ શકે. એક કીર્તિમાન કહી શકાય એવા રાજસ્થાનના નાગોર જિલ્લાના ચૌધરી પરિવારમાં જન્મેલા વિધિ ચૌધરી એ પોતાનો અભ્યાસ નગોરમાં પૂર્ણ કર્યો હતો. નાનપણથી જ યુનિફોર્મ વાળી જોબ કરવાનું સપનું હતું નાનપણમાં દૂરદર્શન ઉપર 1989ની સાલમાં પ્રસારિત થતી આઇપીએસ કંચન ચૌધરી ઉપર બનેલી ઉડાન સિરિયલ જોઈ તેમણે આર્મી કે પોલીસ વિભાગમાં અધિકારી તરીકે નોકરી કરવાનું સપનું જોયું અને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા બાદ વિધિ ચૌધરીએ સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી અને તેમાં સફળતા મેળવી વિધિ ચૌધરી આઇપીએસ બન્યા. પિતા સોમદત ચૌધરી અને રાજશ્રી નેહરાની બન્ને પુત્રીઓ નિધિ ચૌધરી મહારાષ્ટ્ર કેડરમાં આઇએએસ અને વિધિ ચૌધરી ગુજરાત કેડરમાં (રાજકોટના અધિક પોલીસ કમિશનર) આઇપીએસ છે ઉપરાંત નાનો પુત્ર પ્રવીણ પણ ગુજરાતમાં આઇએએસ છે. રાજસ્થાનના જળ વિભાગમાં ફરજ બજાવતા આઇપીએસ વિધિ ચૌધરીના પિતા સોમદત નેહરાનું આઇએએસ ઓફિસર બની દેશ સેવા કરવાનું સપનું હતું, પણ સિવિલ એન્જિનિયરિંગ સુધી ભણી તેઓ અટકી ગયા. જે સપનું તેમના એક નહીં, બે નહીં પણ ત્રણ સંતાનોએ પૂરું કર્યું છે.
વૉઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના પ્રથમ મહિલા અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું કે, આઇપીએસ બન્યા બાદ ગુજરતમાં તેમનું પ્રથમ પ્રોબેશન તરીકે પોરબંદર પોસ્ટિંગ થયા બાદ સુરત એસીપી તરીકે તેમજ કચ્છ-ભુજ એસપી,અમદાવાદ અને સુરતમાં ડીસીપી તરીકે ફરજ બજાવ્યા બાદ તાજેતરમાં બઢતી સાથે રાજકોટ અધિક પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ છે.
આઇપીએસ વિધિ ચૌધરીએ પોતાના ફરજ દરમિયાન અનેક મહત્વના અને ચકચારી કેસના ભેદ ઉકેલ્યા છે. તેમજ ઘણા બધા કેસમાં સુપરવાઈઝિંગ કર્યું છે. તેમણે સુરત ડીસીપી તરીકે નાના બાળકો સાથે થયેલ જાતીય અત્યાચારના 6 થી 7 બનાવોમાં સુરત કોર્ટે ફાંસી સુધીની આરોપીને સજા આપી તે કામગીરી કર્યાનો તેમણે સંતોષ છે. ફરજના યાદગાર કેસ અંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે સુરતના ડીંડોલીમાં એક 5 વર્ષની બાળકી જાતીય અત્યાચારનો શિકાર બની હતી. બાળકી સાથે એટલી ક્રૂરતા કરવામાં આવી હતી કે, બાળકી ઉપર 6 થી વધુ સર્જરી કરવામાં આવી આ કેસમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેને આજીવન કેદની સજા થઈ આ ઘટના બાદ બાળકીના માતા-પિતાને જીવન નિર્વાહ માટે નોકરી આપવી તેમજ બાળકીના અભ્યાસના તમામ ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી આમ પોલીસ અધિકારી તરીકે ફરજ સાથે નૈતિક ફરજ બજાવી તેનાથી આત્મસંતોષ થયો આ કેસ ખૂબ યાદગાર હતો.
રાજકોટ વિષે અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીએજણાવ્યું કે, રાજકોટ રંગીલું શહેર છે રાજકોટ વિષે ઘણી બધી વાતો સાંભળી છે. થોડા દિવસો બાદ રાજકોટમાં લોકમેળો યોજવાનો છે તે મેળો પરિવાર સાથે માણવાનો મોકો મળશે. રાજકોટમાં કશું ન ગમવા જેવી બાબત છે જ નહિ, દરેક શહેરની અલગ અલગ ઓળખ હોય છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટેના આગામી દિવસોમાં નવા પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં શાળા અને કોલેજના વિધાર્થીઓને ટ્રાફિક પ્રત્યે જાગૃતતા લાવવા માટે ખાસ કાર્યક્રમો કરવામાં આવશે. રાજકોટમાં ક્રાઇમ અને ટ્રાફિક બાબતે વિધિ ચૌધરી જણાવે છે કે, દરેક શહેરની સમસ્યા અલગ અલગ હોય છે.કોનું કેવું વલણ છે તે શહેર ઉપર નિર્ભર છે.
અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી એક સારા લેખક છે. તેમણે ટ્રાવેલિંગ ઉપરાંત નવરાશના સમયમાં કવિતા લખવી ખૂબ ગમે છે. તેમણે અનેક કવિતાઓ લખી છે ખાસ કોરોનાના સમય વખતે લખેલી કવિતા ખૂબ હદય સ્પર્શી છે. વિદેશમાં ફરવા જવાના પ્રશ્ન અંગે અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું કે તેમણે ભારત દેશ ખૂબ પ્રિય છે અને વિદેશ ફરવા જવા કરતાં તે ભારતમાં ખાસ કરીને લક્ષદ્વીપ અને લદાખ ફરવા જવું તેમણે ખૂબ ગમે છે. દરેકના જીવનમાં કોઈને કોઈ રોલ મોડેલ હોય છે. આઇપીએસ વિધિ ચૌધરી જણાવે છે કે, તેમના જીવનમાં ઘણા બધા લોકો પાસે થી ઘણું બધુ શીખવા મળ્યું ખાસ કરીને તેમના સિનિયર અધિકારીઓ તેમજ અલગ અલગ ફિલ્ડના અલગ અલગ લોકો પાસેથી તેઓ નાનપણ થી સ્વામી વિવેકાનંદને ખૂબ માને છે.સ્વામી વિવેકાનંદના વિચારો અને તેમની વાતો તે ધોરણ 8 અને 9 માં હતા ત્યારથી સાંભળતા આવ્યા છે.
સ્કૂલમાં એક બાળકીએ કહેલી વાતથી જ્યારે વિધિ ચૌધરી ચોંકી ગયા
સુરતમાં ફરજકાળ દરમિયાન નાના બાળકો સાથે જાતીય અત્યાચારને લઈ પોલીસ સેફ હોમ સેફ સ્ટ્રીટ દ્વારા અલગ અલગ સ્કૂલોમાં નાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ બાબતે સમજણ આપવા આવી રહી હતી ત્યારે ત્રણ કેસ એવા આવ્યા જેના આધારે આ બાળકી જાતીય સોષનનો બોગ બન્યાનું બહાર આવ્યા બાદ ગુના દાખલ કરવામાં આવ્યા એક બાળકી આ કાર્યક્રમ બાદ વિધિ ચૌધરીએ પાસે આવી બોલી આવું તો મારા પિતા રોજ મારી સાથે કરે છે.આ બાળકીની વાત સાંભળી સૌ કોઈ ચોંકી ગયા અને બાળકીની માતાનો સંપર્ક કર્યા બાદ બાળકીના નિવેદનના આધારે તેના પિતા સામે પોલીસ ગુનો નોંધ્યો અને તે નરાધમ પિતાને 10 વર્ષની સજા કોર્ટે ફટકારી