સૌરાષ્ટ્રના એક પોલીસ અધિકારીના ધર્મપારાયણ પત્નીની ભક્તિ સ્ટાફ માટે કયારેક મીઠી મૂંઝવણ!!
મેડમ મંદિરો, ધર્મસ્થાનો, શિવાલયો પર પહોંચે તો ત્યાંના સ્ટાફને હાજર રહેવું પડે, દેવી સ્વરૂપા સાજ શણગાર માટે પણ કયારેક વ્યવસ્થા ઊભી કરી દેવી પડતી હોવાની ચર્ચા
સૌરાષ્ટ્રના એક પોલીસ અધિકારીના ધર્મ પારાયણ પત્ની એટલી હદે ધાર્મિકભાવ, ભક્તિમાં ગળાડૂબ કે લીન બની ગયા છે કે હવે ભક્તિના રંગથી પોતાને દેવી સ્વરૂપા માનવા લાગ્યા છે. સાહેબના ધર્મ પત્નીની ભક્તિ સ્ટાફ માટે મીઠી મુંઝવણ બની ગઇ છે. એક તરફ સ્ટાફને મેડમના ભક્તિ પૂજન સેવાનો અહોભાવ થાય છે તો બીજી બાજુ મેડમ મંદિરો, ધર્મસ્થાનો, શિવાલયો પર પહોંચે ત્યારે કયારેક દેવીસ્વરૂપા રૂપ માટે સાજ શણગારની પણ વ્યવસ્થા ઉભી કરવી પડતી હોવાથી કે મેડમ હોય ત્યાં સુધી ખડેપગે રહેવું પડતું હોવાની વાતો કે ચર્ચા છે.
સાલસ, શાંત સ્વભાવના કે ફરજ પ્રત્યે લગાવ વાળા ગણાતા એ અધિકારીના ઘરમાં ધાર્મિકતા કે શાંતિ પત્ની ધર્મના રસ્તે વળ્યા એ સારા ગુણની વાત છે. ઘણા ખરા અધિકારીઓ તો એવા પણ હશે કે પત્ની ના ઠાઠમાઠ, શોખ કે પતિના હોદ્દાનો પાવર તેમના પત્નીઓમાં વધુ છલકતો હોઇ શકે. જેની વિપરીત આ અધિકારીના પત્નીને ઠાઠમાઠ કે પતિના હોદ્દાના વર્દીના કેફના બદલે મીરાબાઇની માફક ભક્તિનો કૈફ ચડેલો છે.
ભક્તિમય આ મહિલા હવે કદાચ ગળાડુબ ભક્તિમાં ડૂબી ગયા હોય તેમ પોતાને દેવીરૂપ માનવા લાગ્યા હોવાનું નજીકના કે જાણકાર વર્તુળોમાં ચર્ચા છે. હરવા ફરવા કે આવા સ્થળોએ જવાના બદલે મેડમ ભક્તિમય સ્થળોએ જવાનું વધુ પસંદ કરે છે. આસપાસના તાલુકા, શહેર કે આવા કોઇ સ્થળે વિખ્યાત કે પૌરાણિક મંદિરો, ધર્મ સ્થાનો હોય ત્યાં દર્શનાર્થે કે ભક્તિ માટે પહોંચી જાય છે. ધર્મસ્થાનો પર મેડમ પૂજન-અર્ચન માટે દેવી સ્વરૂપા રૂપ માટે ફૂલ, વેણી, મહેંદી લગાવે કે આવા માતાજી, દેવી જેવા કપડાઓ કે આવુ સ્વરૂપ ધારણ કરતા હોય છે અને ધર્મસ્થાનમાં ભક્તિમાં લીન બની જતા હોય છે.
ભક્ત પારાયણ મેડમના આગમનથી લોકલ સ્ટાફને સાથે રહેવુ પડે કે ત્યાં કયારેક જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવી પડે. જો દેવી સ્વરૂપા કે ભક્તિ માટેના સાજ-શણગારમાં સાથે લાવવાનું ચૂકાયુ કે ભૂલાઇ ગયુ હોય તો ત્યાંના લોકલ સ્ટાફે કયારેક આવું બધુ તાબડતોડ લાવી આપવુ પડે. મહિલા પોલીસને વધુ જવાબદારી બની જતી હશે.
સારા પરિવારના પુત્રીના પારિવારીક સુસંસ્કારો એ જ કદાચ તેમને નાનપણથી ધર્મના રસ્તે વાળ્યા હોઇ શકે. તેમના લગ્ન પણ આવા જ ધાર્મિક કે સંસ્કારી પરિવારમાં પોલીસ અધિકારી સાથે થયા. બંને પરિવારના ઉચ્ચ સંસ્કારોથી મેડમમાં ધાર્મિકતા વધુ દ્રઢ બની અને હવે દેવી સ્વરૂપા રૂપ બની ગયા હોય તેમ મંદિરો, ધર્મસ્થાનોમાં દેવી શણગાર સજીને ભક્તિ કરતા હોવાની જાણકારોમાં વાત છે.
એવુ પણ નહીં હોય કે મેડમ જે તે ધર્મ સ્થાનોએ ભક્તિ, પૂજા માટે જતાં હશે તો ત્યાં લોકલ પોલીસ ને જાણ કરાતી હશે, પરંતુ સ્થાનિક સ્ટાફ જ કદાચ સાહેબના ધર્મપત્ની છે અને ધાર્મિક કાર્ય માટે આવ્યા છે એવા ભાવ સાથે ધર્મસ્થાન, મંદિરે પહોંચતો હશે અને સેવા કે સત્તકાર્ય માનીને જરૂરી વ્યવસ્થા ગોઠવી દેતા હોઇ શકે. ઉપરોકત બાબતો હાલ તો ચર્ચાતી કે કાનાફૂસી જેવી છે. ઉપરોક્ત વાત સત્ય હોય તો તે અધિકારીએ પત્નીને સમજાવવા જરૂરી છે તેવી ચર્ચા છે.
સાહેબો, મોટામાથાઓને વ્યવસ્થા ગોઠવી દેવી પડે!
જે તે શહેર, જીલ્લા પોલીસ માટે કયારેક ડ્યુટી બહાર કે ઓને ઓન કામગીરી રહે છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ, સાહેબો, રાજકીય કે આવા મોટા માથાઓ હરવા-ફરવા, દર્શને જતા હોય કે કોઇ કામના બહાને આવી આવી રાઉન્ડ ટ્રીપ ગોઠવી લેતા હોય છે. જે તે શહેર, જીલ્લામાં ધર્મસ્થળો કે આવા કોઇ મુલાકાત સ્થળોએ જનારા આવા સાહેબો કે મોટા માથાઓ માટે ગુપચૂપ વ્યવસ્થા કરવા પડતી હોવાની રસમ ચાલી આવે છે.
