Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

”કાશી રાઘવ” : કર્મ ઉપર આધારિત ફિલ્મમાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ

Tue, December 24 2024

અન્ય ગુજરાતી ફિલ્મોથી કાંઇક અલગ, કાંઇક હટકે કથાવાર્તાને લઈને ૩ જાન્યુઆરીએ આવી રહી છે

ઝુબીન નોટ્યાલ અને રેખા ભારદ્વાજના કંઠે ગવાયેલા ગીતો ફિલ્મનું નઝરાણુ
ફિલ્મની સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર વોઈસ ઓફ ડેની મુલાકાતે

આજકાલ ગુજરાતી ફિલ્મો ઘણી આવે છે અને તે પૈકી ઘણી ફિલ્મો દર્શકોને પસંદ પણ પડે છે. આ બધાની વચ્ચે આગામી ૩ જાન્યુઆરીએ રીલીઝ થઇ રહેલી ‘ કાશી રાઘવ’ નામની ગુજરાતી ફિલ્મ કંઇક હટકે છે..આ ફિલ્મની કથાવાર્તા સામાન્ય ફિલ્મો કરતા જુદી પડે છે અને કદાચ એટલે જ તે દર્શકોને થીયેટર સુધી ખેંચી જવામાં સફળ રહેશે તેવુ લાગે છે. ‘કાશી રાઘવ ‘ ફિલ્મની સ્ટારકાસ્ટ વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે આવી હતી અને ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી.

“કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકાર પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, શ્રુહદ ગોસ્વામી તથા ફિલ્મના લેખક- દિગ્દર્શક રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.

ફિલ્મની ટેગલાઇન છે -“કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે, પછી કોઈ નો આવે એની વારે”- જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ”કર્મ” પર આધારિત છે ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મનું મ્યુઝિક પણ અવ્વ્લ કક્ષાનું છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. અગાઉ રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ “નીંદરું” લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો આવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય.

ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અટકાયેલા નાણાં પરત મળશે, અણધાર્યા સમાચાર મળશે ; દિવસ લાભદાયી રહેશે

Next

રાજ્યમાં ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડીમાં રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
27 મિનિટutes પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
1 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
2 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

અંતરિક્ષમાંથી આવું દેખાય છે શ્રી રામ મંદિર.. જુઓ..
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
મારા ઘરનો શણગાર જરા પણ નબળો નહિ ચાલે! 2 રૂપિયાના દિવડાથી લઈને 1000 સુધીના તોરણ માટે લાવ.. લાવ..  
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : વોર્ડ નં.૧૩ના લોક દરબારમાં ધબધબાટી: ફરિયાદોનો ઢગલો, જવાબમાં મળ્યું 0
ગુજરાત
12 મહિના પહેલા
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર 50 કરોડની સરકારી જમીન ખુલ્લી
રાજકોટ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર