સંતોની શરણાગતિ : વિવાદી ભીંતચિત્રો હટાવી લેવા સહમત
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આવશે અંત
મંદિરના કોઠારી સ્વામીએ બે દિવસનો સમય માગ્યો
સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ
સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠકમાં ભીંતચિત્રોને લઈને ઉભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.
વિવાદના પગલે સંતોનું પ્રતિનિધિ મંડળ સાળંગપુર ખાતે ચર્ચા કરવા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ફરી આવું નહીં થાય તેવી કોઠારી સ્વામીએ બાંહેધરી આપી હતી. તો ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે. આ બેઠકમાં કોઠારી સ્વામી સહિતના સંતો સાથે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો છે.
સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો દૂર કરવાની સાધુ સંતોની માગ હતી. આ તરફ લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીએ કહ્યું છે કે, સ્વામીજીએ અમને બાહેંધરી આપી છે. તેમણે કહ્યું કે, ભીતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો છે.
આ બેઠકમાં બેફામ નિવેદનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે કોઠારી સ્વામીએ તમામ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપતા આખરે આ વિવાદનો અંત આવશે તે નિશ્ચિત થયું છે.
સ્વામીનારાણ સંપ્રદાયના બહિષ્કારની જાહેરાત
અમદાવાદમાં સાધુ સંતોની મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ સનાતન ધર્મના સંતોએ ભગવાન રામના શપથ લીધા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સામુહિક બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જેમાં સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મંચ પર નહીં બેસવા દે તેમજ સનાતન ધર્મના કોઈપણ કાર્યક્રમમાં નહીં જવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સાધુ-સંતોએ નિર્ણય લીધો હતો કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં.
સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા હતા. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિતનાનો સમાવેશ થતો હતો.
આ 13 ઠરાવો પસાર કરાયા
- ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, હનુમાન દાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
- સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહીનો કાયદો ભારત સરકાર સંસદમાં પસાર કરે
- સ્વામિનારાયણ મંદિરોના આમંત્રણ સ્વીકારીશું નહીં અને આપીશું નહીં
- સ્વામિનારાયણ મંદિરોમાં કોઇ પણ સનાતન ધર્મના દેવી-દેવતાનું સ્થાપન ન કરવું
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ સનાતન ધર્મના દેવી-દેવતાના નામ લેવા નહીં
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રોનું પઠક કે યજ્ઞ, કર્મકાંડ ન કરવું
- સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં હિન્દુ-દેવી દેવતાને નીચા દેખાડાયા છે તે ભાગને દૂર કરો
- દેવી-દેવતા જ્યાં સહજાનંદ સ્વામીને સર્વોપરી હોય તેવા ભીંતચિત્રોને દૂર કરો
- સનાતન ધર્મની કોઇપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો રાજીનામા લેવા
- સનાતન ધર્મના કોઇપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનો સ્ટેજ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું
- સનાતન ધર્મના સંતો ખોટા અને સ્વામિનારાયણના સંતો સાચા છે એમ કહી પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં ન આવે
- સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
- સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય તે જગ્યા સરકારને પરત કરવી