અયોધ્યામાં શરમજનક ઘટના : 69 વર્ષીય વૃધ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 કિશોર અને એક આધેડની ધરપકડ
દેશમાં અપ્રાધિઓ હવે એટલા ક્રૂર થઈ ગયા છે કે વૃધ્ધાઓ સાથે પણ દુષ્કર્મની શરમજનક ઘટનાઓ વધી રહી છે. અયોધ્યાના કુમારગંજ વિસ્તારમાં એક ગામના વૃદ્ધ મહિલાએ ચાર લોકો પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આરોપીઓએ દારૂ પીધા બાદ આ પાપલીલા આચરી હતી.
પોલીસે ચારેય વિરુદ્ધ દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધીને મહિલાને મેડીકલ તપાસ માટે મોકલ્યા હતા. દુષ્કર્મના મામલે બે કિશોર અને એક આધેડની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસનું કહેવું છે કે ચોથા આરોપીની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.
કુમારગંજ વિસ્તારના એક ગામના 69 વર્ષીય વૃદ્ધ મહિલાએ આરોપ લગાવ્યો છે કે 23 સપ્ટેમ્બરની રાતે ગામના ચાર લોકોએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું. સાથે જ ઘટનાનો વીડિયો પણ બનાવી દેવાયો. વીડિયો વાયરલ થયા બાદ જ્યારે તેની જાણકારી રેપ પીડિતા વૃદ્ધ મહિલાના પુત્રને થઈ ત્યારે તે દોડી આવ્યો હતો.
પોતાની માતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચીને દુષ્કર્મ આરોપીઓ વિરુદ્ધ માહિતી આપી હતી. માહિતીના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી દીધી હતી.