રાજકોટ નશાબંધી શાખા દ્વારા વ્યસન મુક્તિ વિશે ખાસ કાર્યક્રમ
વિદ્યાર્થીઓએ નશામુકત રહેવા અને અન્યોને નશા મુક્ત કરવા શપથ લીધા
નશાબંધી પ્રચાર સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા નશાબંધી અને આબકારી કચેરી તથા ઉપલેટા પોલીસ દ્વારા વલ્લભ વિદ્યાલય શાળા ઉપલેટા ખાતે નશાબંધી પ્રચાર કાર્યક્રમ યોજાયો. જેમાં વલ્લભ વિદ્યાલય શાળાના 300 વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશે સમજણ આપવામાં આવી.આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા નશામુકત ભારત જેવા વિષય પર વકૃત્વ સ્પર્ધા, ચિત્રો અને નાટક ભજવાયાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોએ નશામુકત રહેવા અને અન્યોને નશા મુક્ત કરવા શપથ લીધા હતા. કાર્યક્રમ માં જિલ્લા નશાબંધી અધિક્ષક ભાવિન ચોલરા, ઉપલેટા પી.આઇ. કે.કે.જાડેજા તથા શાળા ના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.