મૂક-બધિર બાળકો માટે સ્માર્ટ ક્લાસ: આત્મનિર્ભર બનાવાશે
સમગ્ર ગુજરાતમાં મૂક બધિર દિવ્યાંગો માટે અત્યાધુનિક સુવિધા સાથે આગામી વર્ષ જુન-૨૦૨૫ માં નર્સરીથી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ મેળવવા માટે પ્રવેશ શરૂ થશે. છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ-રાજકોટ છેલ્લા છ દાયકાથી દિવ્યાંગ મૂક બધિર બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
જુન-૨૦૨૫થી શરૂ થનાર દિક વર્ષમાં નર્સરી થી ધોરણ-૧૨ સુધીનાં ધોરણે પ્રવેશ અપાશે.અત્યાધુનિક શિક્ષણ દરેક વર્ગમાં સ્માર્ટબોડ થી ભણતર, દિવ્યાંગ બધિર બાળકોને ભણાવી શકે તેવા તજજ્ઞ શિક્ષકો, હોસ્ટેલમાં તમામ સુવિધા તેમજ પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. તેમજ બાળકો પોતાનાં પગભર ઉભા રહી શકે તે હેતુથી વોકેશનલ વિભાગમાં મોબાઈલ રીપેરીંગ, બ્યુટીપાલર, વેક્ટ માંથી બેસ્ટ, કોમ્પ્યુટર,શિવણ વગેરે જેવા વર્ગો બાળકો ભવિષ્યમાં પગભર ઉભા રહી શકે તે હેતુથી વચલાવીએ છીએ.જો આપની આસપાસ આવું બાળક હોય તો ચોક્કસથી અમારી શાળાનો સંપર્ક કરાવીને `આંગળી ચીંધવાનું પૂણ્ય’ મેળવશો. પ્રમુખ રજનીભાઈ બાવીશી, માનદમંત્રી નરેન્દ્રભાઈ દવે તથા ટે્રઝરર પ્રશાંતભાઈ વોરાએ અપીલ કરેલ છે કે આ તમામ સુવિધાનો લાભ લે. સ્થળ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૨, ૧૦થી ૬ (જાહેર રજા સિવાય), મો.નં.૯૪૨૬૪ ૪૯૦૧૨, ૯૪૨૬૨ ૬૫૮૪૨નો સંપર્ક કરવો.