Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કાલાવડ રોડ પર નકલંક ટી-સ્ટોલ-રિંગરોડ પર ટી-પોસ્ટમાંથી ચાના નમૂના લેવાયા

Sat, November 25 2023

વૉઈસ ઑફ ડે’ના અહેવાલ બાદ આખરે ફૂડ શાખાને ત્રાટકવાનું સૂઝ્યું !

દરરોજ હજારો લીટર ચાનું વેચાણ કરતી બે દુકાનોમાં દરોડો પડતાં ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ: બન્ને સ્થળેથી ચાની ભૂકીના પણ નમૂના લેવાયા
રેલવે જંકશન પાસે ૨૦ ધંધાર્થીમાંથી ૮ પાસે લાયસન્સ ન્હોતુ: યાજ્ઞિક રોડ પર ડી.એન.એસ.માંથી એક્સપાયર થયેલી ખાદ્યવસ્તુનો જથ્થો મળ્યો

રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની લગભગ દરેક વસ્તુના નમૂના લેવામાં આવી રહ્યા હતા પરંતુ વર્ષમાં માંડ એકાદ વખત ચાના સેમ્પલ લેવામાં આવી રહ્યા હોય આ બાબતે વૉઈસ ઑફ ડે' દ્વારા કાન આમળવામાં આવ્યો હતો.વૉઈસ ઑફ ડે’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાંની સાથે જ આખરે ફૂડ શાખાએ શહેરમાં દરરોજ જ્યાંથી હજારો લીટર ચાનું વેચાણ થઈ રહ્યું છે તેવી બે મોટી દુકાન-હોટેલો ઉપર દરોડો પાડીને તૈયાર ચા તેમજ ચાની ભૂકીના નમૂના લઈ તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.


ફŸડ શાખાએ રેસકોર્સ રિંગરોડ પર એ.જી.ઑફિસની બાજુમાં ક્રિસન્ટ એપાર્ટમેન્ટ બી-૪માં આવેલી એસ.વી.એન્ટરપ્રાઈઝ (ટી-પોસ્ટ)માંથી ચાની ભૂકી (લૂઝ) તેમજ તૈયાર ચા ઉપરાંત કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે અમીવર્ષા કોમ્પલેક્સમાં દુકાન નં.૫ કે જે નકલંક ટી-સ્ટોલના નામે ઓળખાય છે ત્યાંથી ચાની ભૂકી અને તૈયાર ચાના નમૂના લેવામાં આવ્યા હતા. અત્રે એ વાત પણ નોંધનીય છે કે `વૉઈસ ઑફ ડે’ દ્વારા શહેરમાં ઘણીખરી જગ્યાએ વેચાતી ચા કે જેને રકાબીમાં કાઢ્યા બાદ થોડી વાર મુકી દીધા બાદ જોવામાં આવે તો તેમાં અલગ પ્રકારની ઝાંય (તર) જોવા મળતાં તે વાત શંકાસ્પદ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી એટલા માટે આ પ્રકારનું ચેકિંગ જરૂરી બની ગયું હતું.


આ ઉપરાંત મહાપાલિકા દ્વારા યાજ્ઞિક રોડ પર ડેઝર્ટ એન્ડ સ્નેક્સ પાર્લરમાં ચેકિંગ કરવામાં આવતાં તેના દ્વારા ૨૦ લીટર દૂધ કે જે એક્સપાયર થઈ ગયું હતું તે મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો સાથે સાથે પેઢીને યોગ્ય સ્ટોરેજ, ચોખ્ખાઈ જાળવવા તેમજ લાયસન્સ અંગે નોટિસ ફટકારાઈ હતી.


જ્યારે રેલવે જંક્શન સામેના વિસ્તારમાં ખાણીપીણી જેવી કે ગાંઠિયા, કોલ્ડ્રીંક્સ, પરોઠા, પાન સહિતનું વેચાણ કરવામાં આવતું હતું તેવા ૨૦ ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતાં ૮ પાસે લાયસન્સ ન હોવાનું ખુલતાં તમામને લાયસન્સ તાકિદે લઈ લેવા નોટિસ અપાઈ હતી.

ડી.એચ.કોલેજ પાસેના ચા-વાળા'ને ત્યાં પણ ચેકિંગનો એક રાઉન્ડ જરૂરી મહાપાલિકાની ફૂડ શાખાએ કાલાવડ રોડ પર નકલંક અને રિંગરોડ પર એસ.વી.એન્ટરપ્રાઈઝ (ટી-પોસ્ટ)માં દરોડો પાડીને ચા તેમજ ચાની ભૂકીના નમૂના લીધા બાદ લોકો એવું પણ જણાવી રહ્યા છે કે ડી.એચ.કોલેજ પાસે ચાની મસમોટી હોટેલ ધરાવતાંચા-વાળા’ને ત્યાં પણ આ પ્રકારે એક ચેકિંગનો રાઉન્ડ જરૂરી છે. અહીં નાસ્તાનું પણ વેચાણ થતું હોય કોઈ અખાદ્ય સામગ્રી તો નથી પીરસાઈ રહી ને તેની ખરાઈ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.

એકાદ-બેને ત્યાં જ કેમ ? `સાગમટે’ ચેકિંગ શા માટે નહીં ?
રાજકોટમાં ચાની નાની-મોટી ૨૦૦થી ૩૦૦ હોટેલો, રેંકડી, દુકાનો આવેલી છે ત્યારે ફૂડ શાખા દ્વારા માત્ર એકાદ-બેને ત્યાં જ શા માટે ચેકિંગ કરવામાં આવ્યું છે, એક સાથે દરોડા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો પણ લોકમુખે ઉઠવાનું શરૂ થઈ જતાં હવે મોટાપાયે ચેકિંગ કરવામાં આવે છે કે કેમ તે આવનારો સમય બતાવશે.

ચા બનાવવા માટે વપરાતાં દૂધનો પણ અલગથી નમૂનો લેવો જોઈએ
શહેરીજનોએ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું કે ફૂડ શાખાએ ચા તેમજ ચાની ભૂક્કીના નમૂના લીધા છે તે આવકારદાયક વાત છે ત્યારે હવે ચા બનાવવા માટે વપરાતા દૂધનો પણ અલગથી નમૂનો લેવો જોઈએ કેમ કે દૂધમાં પણ ભેળસેળ થઈ રહ્યાની આશંકા નકારી શકાતી નથી.

Share Article

Other Articles

Previous

ચૂંટણી પંચની નોટિસને અવગણીને કોંગ્રેસ દ્વારા ‘પનોતી-એ-આઝમ’ પોસ્ટર જારી

Next

તાતા ઉપર વિશ્વાસનો વરસાદ : IPOમાં 1,50,000 કરોડ ઠલવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોહલી-રોહિતને ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે જોવી પડશે રાહ! છ મહિના પછી વન-ડે મેચ રમવા ઉતરશે, એ પહેલાં IPL રમશે
57 મિનિટutes પહેલા
ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ
1 કલાક પહેલા
રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા
1 કલાક પહેલા
એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

લાલન સિંહનું રાજીનામું, જેડીયુના પ્રમુખપદે કોની નિયુક્તિ થઈ જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇસરોના વડાએ કેવી જાહેરાત કરી ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
Entertainment
10 મહિના પહેલા
સોની બજારમાં રીક્ષા ચાલકનો બંગાળી કારીગર પર છરી વડે હિચકારો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર