રાજકોટમાં સુચિતના નામે સરકારી જમીનોનું વેચાણ
જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ
રાજકોટ : રાજકોટ શહેરમાં ભૌમાફિયા અને જમીન કૌભાંડિયા તત્વો દ્વારા શહેરમા મોકાની અને કિંમતી સરકારી જમીનો સૂચિત સોસાયટીના નામે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.
રાજકોટના જાગૃત નાગરિક સવજીભાઈ સી, ફળદુ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, જમીન કૌભાંડિયા તત્વો દ્વારા બિનખેતીની મંજુરી વગરની સૂચિત સોસાયટીના પ્લોટિંગ પાડી તે જમીન જગ્યા ઉપર સૂચિત સોસાયટીઓનાં રેસીડન્ટ, કોર્મશીયલ કે ઇન્ડસ્ટ્રીયલ વગેરે ચણતર બાંધકામો થયેલ છે તેમની આજુ બાજુની સરકારી પડતર જમીનની માપણી કરાવીને જેતે હેતુલક્ષીના ઉપયોગ માટેના સાચા ખોટા શબ્દોની ભેળસેળ કરાવીને ફક્ત ૨૦ રૂપિયા ૫૦ રૂપિયા ૧૦૦ રૂપિયા વાળા સ્ટેમ્પ પેપર ઉપર નોંધણી પ્રમાણપત્ર બનાવીને વેચાણ કરવામાં આવી રહ્યું હોય આવા કિસ્સામાં કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.