દેશ-વિદેશમાં એડમિશન માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે સારથી એજ્યુકેશન
ધો.૧૨ પછી શું
વાલી-વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નનો ચપટી વગાડતા ઉકેલ…
એબ્રોડ સ્ટડી માટે વિદ્યાર્થીઓને એ ટુ ઝેડ હેલ્પ: ૧૬ વર્ષમાં ૧૬૦૦થી
વધુ સ્ટુડન્ટના સ્વપ્ન પૂરા કરવાનો શ્રેય ધવલભાઇ ઠેસિયાને
એડમિશન માટે કેમ્પસ ઓન બોર્ડ પારદર્શક પોર્ટલ
સારથી એજ્યુકેશન દ્વારા રાજકોટ ખાતેથી એક અનેરી સેવા આપવામાં આવી રહી છે જેમાં સ્વીગી, ઝોમેટો, ગોઆઇબિબો અને ઓયો પ્લેટફોર્મની જેમ જ એડમિશન માટે એક પારદર્શક પોર્ટલ લોન્ચ કરાયું છે જેમાં દેશ અને વિદેશમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થી પોતાની પસંદગીનો અભ્યાસક્રમ અને કોલેજનું નામ એન્ટર કરતા જ જે-તે શહેરમાં આવેલ કોલેજ અને યુનિવર્સિટીનું લિસ્ટ, કોલેજની સ્થાપના ક્યારે થઇ છે, કોલેજમાં ક્યાં-ક્યાં કોર્ષ છે ? કેટલી ટ્યુશન ફી, કેટલી હોસ્ટેલ ફી ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટા, ડોનેશન ક્વોટા સહિતની તમામ વિગતો એક જ ક્લિકથી ઉપલબ્ધ થઇ જશે, સાથે જ આ પોર્ટલ ઉપરથી એડમિશન પ્રકિયા માટે કોઈપણ જાતનો ચાર્જ પણ વસુલ કરવામાં ન આવતો હોવાનું ધવલભાઈ ઠેસીયાએ જણાવ્યું હતું.
એજ્યુકેશન એક્સ્પો રૂપે સારથી એજ્યુકેશનની અનેરી સેવા
રાજકોટના આંગણે છેલ્લા ત્રણ વર્ષથી સારથી એજ્યુકેશન દ્વારા મેગા એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશ -વિદેશની અનેક નામાંકિત કોલેજો અને યુનિવર્સિટીઓ પાર્ટિસિપેટ કરે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં યોજાતા આ એજ્યુકેશન એક્સ્પોમાં સારથી એજ્યુકેશન દ્વારા રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર અને ભાવનગર સહિતના જિલ્લામાંથી વિદ્યાર્થીઓને બસમાં લાવવા લઈ જવાની તેમજ ભોજનની નિશુલ્ક સુવિધા પુરી પાડી મનપસંદ કોલેજો અને યુનિવર્સિટીમાં એડમિશન માટે સુવિધા આપવામાં આવે છે. આ વર્ષે પણ સારથી દ્વારા એજ્યુકેશન એક્સ્પોનું ભવ્ય આયોજન થવાનું છે.
આજના ઇન્ટરનેટના ઝડપી યુગમાં બધું ચપટી વગાડતા થઇ શકે છે પરંતુ ધોરણ-૧૨ પછી ઉચ્ચ અભ્યાસને લઈને સારા-સારા એજ્યુકેટેડ લોકો પણ પોતાના સંતાનોના ભવિષ્યને લઈ મૂંઝવણ અનુભવતા હોય છે, ખાસ કરીને પોતાના સંતાનોને શહેરથી દૂર દેશ કે, વિદેશમાં મોકલતા પૂર્વે કેરિયરની સાથે સલામતી અને ઉચ્ચ અભ્યાસમાં બાળકને કોઈ મુશ્કેલી તો નહીં પડે ને આવા ઘણા-ખરા સવાલો દરેક પેરેન્ટ્સને સતાવતા હોય છે ત્યારે છેલ્લા ૧૬ વર્ષથી રાજકોટમાં કાર્યરત સારથી એજ્યુકેશન એડમિશન માટેનું વન સ્ટોપ સોલ્યુશન સાબિત થઇ રહ્યું છે, સારથી એજ્યુકેશન દ્વારા અત્યાર સુધીમાં ૧૬૦૦થી વધુ વાલીઓને મૂંઝવતા જટિલ પ્રશ્નોનું નિરાકરણ લાવી વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં સારામાં સારું ક્વોલિટી શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે સારી નોકરી કે, બિઝનેશ કરી શકે તેવા કાબિલ બનાવી દીધા છે.
છેલ્લા ૧૬ વર્ષથી રાજકોટમાં અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના પથદર્શક બનેલા સારથી એજ્યુકેશન સિસ્ટમના ધવલભાઈ રમકુભાઇ ઠેસીયા કહે છે કે, ભારતમાં વોકેશનલ એજ્યુકેશનના અભાવે આજનો વિદ્યાર્થી દેશની સારી કોલેજ કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાને બદલે વિદેશમાં ભણવાં જવાનું વધુ પસંદ કરી રહ્યો છે, ખાસ કરીને વર્તમાન સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી મેડિકલ, એન્જીનીયરીંગ, મેન્જમેન્ટ સહિતના અભ્યાસ માટે સ્ટુડન્ટ્સ કેનેડા, યુકે, યુએસએ અને ઓસ્ટે્રલીયા જેવા દેશમાં જઈ રહ્યા છે, જેમાં મેડિકલ અભ્યાસ માટે રશિયા અને ઇસ્ટર્ન યુરોપને વિદ્યાર્થીઓ વધુ પસંદ કરી રહ્યા છે. એડમિશન માટે વન સ્ટોપ સોલ્યુશન જેવી સિદ્ધિ ધરાવતા સારથી એજ્યુકેશન સિસ્ટમ વિશે ધવલભાઈ ઠેસીયા જણાવે છે કે, સારથી એજ્યુકેશન માત્ર વિદેશમાં જ નહીં ભારતમાં પણ શ્રેષ્ઠ કોલેજો અને યુનિવર્સિટી સાથે ટાઈઅપ ધરાવે છે, મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે સારથી એજ્યુકેશન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની નામાંકિત કોલેજોમાં એડમિશન અપાવવાની સાથે એમબીબીએસ બાદ એમડી અને એમએસ જેવા ઉચ્ચ મેડિકલ અભ્યાસમાં પણ એડમિશન અપાવે છે.
વધુમાં ધવલભાઈ ઠેસીયા ઉમેરે છે કે, વિદેશ અભ્યાસ માટે સારથી એજ્યુકેશન માત્ર કાઉન્સિલિગ કે ક્નસલ્ટિગ નહીં કરતા વિદ્યાર્થીઓને ઈંઊકઝજ અને ઙઝઊ જેવી પરીક્ષામાં સફળતા માટે સંપૂર્ણ તૈયારી કરાવે છે અને સારથી એજ્યુકેશન પાસે તમામ સુવિધાથી સજ્જ અલ્ટ્રા મોર્ડન લેન્ગવેજ લેબ સુધીની દરેક ફેસેલિટી ઉપલબ્ધ છે જે એબ્રોડ જતા વિદ્યાર્થીઓની તમામ મુશ્કેલીઓનું સોલ્યુશન કરી આપે છે. નોંધનીય છે કે, સારથી એજ્યુકેશન માત્ર રાજકોટ જ નહીં બલ્કે દેશના ૧૧ સ્થાનોએ પોતાની શાખાઓ ધરાવે છે. રાજકોટ શહેરમાં સારથી એજ્યુકેશન સિલ્વર સ્ટોન મેઈન રોડ ઉપર તંતી પાર્કમાં ઓર્નેટ-૧, ૩૦૩માં સ્થિત છે.