Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ખાડા ઉપર ‘થીગડાં’ શરુ…રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ પૂરજોશમાં શરુ

Mon, September 2 2024

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ પૂરજોશમાં શરુ
આશરે ૩૫ જેટલા રસ્તા ઉપર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું

ઓગસ્ટનાં છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદે સમગ્ર ગુજરાતમાં રસ્તાની હાલત બગડી ગઈ છે અને પ્રજામાં ભારે હોબાળો મચી ગયો છે ત્યારે લોકોનો આ રોષ ઠંડો પાડવા માટે વરસાદ રોકાતા જ સરકારી તંત્ર દ્વારા ખાડા ઉપર થીગડા મારવાની કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે.

રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત ૧૧ રોડમાંથી ૮ માર્ગો પુનઃ શરૂ થઈ ગયા છે. જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ હળવી થયાના ગણતરીના કલાકોમાં જ રોડ શરૂ કરી દેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ભારે વરસાદની સ્થિતિમાં રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે ૩૫ જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ, સ્ટેટ હસ્તકના ૧૧ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે તેમજ ઓવર ટોપીંગના કારણે ભારે નુક્સાન પામ્યા હતા. જેના પરિણામે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ રોડ, જેતપુર તાલુકાના ત્રણ રોડ, રાજકોટ, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના એક-એક મળીને ૧૧ રોડ બંધ થયા હતા.

રફાળા – જામગઢ પાસે લો-લેવલ પુલનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરાવ્યું

રાજકોટ તાલુકાના કુવાડવાથી રફાળા તરફ જતા જામગઢ પાસે હાલ મેજર બ્રીજનું કામ ચાલુ છે, ત્યારે વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે પાસેથી ડાયવર્ઝન આપી કામચલાઉ ધોરણે લો-લેવલ બ્રીજ ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ અતિ ભારે વરસાદના કારણે આ કાચો લો-લેવલ બ્રીજ ધોવાઈ જતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.

હાલ વરસાદ અટકી જતાં આ લો-લેવલ બ્રીજ પર વાહન વ્યવહાર પુનઃ ચાલુ થઈ જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હોવાનું ડે. એન્જીનીયર નીરવ પટેલે જણાવ્યું છે.મોટાભાગે સોમવારે સાંજ સુધીમાં રફાળા – જામગઢ, ચાંચડીયા – બેડલાં ગામ તરફ તરફ જવા વાહન વ્યવહાર પુનઃ પૂર્વવત થઈ શકશે.

Share Article

Other Articles

Previous

ઉધાર જીવનનો આધાર : જુલાઈમાં ક્રેડિટ કાર્ડથી દેશવાસીઓએ રૂપિયા ૧.૭ લાખ કરોડ ખર્ચી નાખ્યા

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તણાવમાંથી રાહત મળશે, દિવસ અત્યંત શુભ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
1 દિવસ પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
1 દિવસ પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
1 દિવસ પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપા થશે, નવા પ્રોજેક્ટની શરૂઆત તેમજ આર્થિક લાભ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલમાં ટેન્ડર વગર થતી દવા ખરીદીનો ખેલ ખતમ : હવે GMSCLના રેટ કોન્ટ્રાકટર પાસેથી જ  કરવી પડશે ખરીદી
ગુજરાત
1 વર્ષ પહેલા
ઇન્સ્ટાગ્રામ જેવુ જ ફીચર WhatsAppમાં પણ આવશે : સ્ટેટ્સમાં લોકોને કરી શકાશે Mention, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત  
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાનને પરમાત્માએ મોકલ્યા છે તે વાત સ્વાર્થી અને જુઠા પક્ષો સમજી નહીં શકે: ચિરાગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર