પિતાગુમાવ્યા બાદ માનસિક અસ્થિર માતાની સેવા કરતી યુવતી સાથે દુષ્કર્મ
પાડોશી પરિણત શખ્સની હવસનો શિકાર બનેલી યુવતી કુંવારી માતા બનતા ગુનો નોંધાયો
રાજકોટમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માનસિક અસ્થિર માતાની સેવા કરી તેની સાથે રહી ગુજરાન ચલાવતી યુવતી સાથે પાડોશમાં રહેતા પરિણીત શખ્સે દુષ્કર્મ આચરીકુમારી માતા બનાવી દેતા ચકચાર જાગી છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો હતો.
નાણાવટી ચોકવિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીને પેટનો દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવારમાટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તબીબી તપાસમાં યુવતીનેનવ માસનો ગર્ભ હોવાનું અને યુવતીને પ્રસુતીની પીડા ઉપડી હોવાનું તબીબોએજણાવ્યું હતું. સારવાર દરમિયાન યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો યુવતી કુંવારી માતા બનતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફતાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને યુવતીનું નિવેદન લીધું હતું જેના આધારે પોલીસની પ્રાથમિક તપાસમાંકુમારી માતા બનેલી યુવતીના દુષ્કર્મનો ભોગબની હોવાનું ખૂલ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગ બનનાર યુવતીના પિતાનું મૃત્યુ થયુંહોય અને તેની માતા માનસિક છેજેથી માતાની સેવા અને સારવાર કરતી આ યુવતી પરિવારનું ગુજરાન ચલાવવા ઘર પાસે આવેલીરાત્રી ઝોનમાં કામકરે છે. પાડોશમાં જ રહેતા લાલુ ભૈયા નામના પરિણીત શખ્સે આ યુવતીને ધમકી આપી એકાંત સ્થળે લઈ જઇ આશરે દસેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોય અને યુવતીને ગર્ભ રાખી દેતા યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું જાણવામળ્યું છે આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસશરૂ કરી છે.