A.I.માં રાજકોટની સહજ વૈદ્યએ કાઠું કાઢ્યું:યુ.એન.એ આપ્યું આમંત્રણ
તારીખ 25 થી 30 માર્ચ જીનીવામાં યોજાનાર ગ્લોબલ એ.આઈ,સિક્યુરિટી એન્ડ એથીક્સ 2025ની કોન્ફરન્સમાં વિશ્વભરના તજજ્ઞો સમક્ષ રાજકોટની દીકરી આપશે પ્રેઝન્ટેશન
AI ક્ષેત્રે વિશ્વભરનાં કમ્પ્યુટર નિષ્ણાંતોને ટક્કર મારી રાજકોટની કમ્પ્યુટર એન્જિનિયર સહજ વૈદ્યએ કાઠું કાઢયું છે સહજએ સુરક્ષાને લઈને એ.આઈ. પોસ્ટર બનાવ્યું છે જેનાથી યુ.એન. પ્રભાવિત થયું છે અને આગામી તારીખ 25 થી 30 માર્ચ દરમ્યાન જીનીવામાં યોજાનાર ગ્લોબલ એ.આઈ., સિક્યુરિટી એન્ડ એથીક્સ 2025ની કોન્ફરન્સમાં રાજકોટની આ એન્જિનિયર યુવતીને આમંત્રણ મળ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેથ્સ અને સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ગણિતના તજજ્ઞ તરીકે કામ કરી ચૂકેલા પ્રોફેસર ડોક્ટર સમીર વૈદ્ય અને સૂચિ વૈદ્યની પુત્રી સહજએ આત્મીય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યા બાદ દિલ્હીની સિવિક ડેટા બેઇઝ કંપનીમાં જોબ કરે છે.
યુએન દ્વારા જીનીવામાં આગામી તારીખ 25 માર્ચથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય તજજ્ઞો હાજરી આપવાના છે. તેમની સામે રાજકોટની સહજ એ.આઈ. પોસ્ટરનું પ્રેઝન્ટેશન આપશે. યુ.એન.ની આ કોન્ફરન્સમાં ભાગ લેવો સહજનું ડ્રિમ રહ્યું હોવાથી તેને આ અંગે અગાઉથી જાણકારી મેળવી હતી.
એ.આઈ.નો મુખ્ય અને મનગમતો વિષય હોવાથી સહજએ ખાસ કરીને સેનામાં એ.આઈ.દ્વારા પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પોસ્ટર રજુ કર્યું હતું.આ વિષય પર સહજએ બે પોસ્ટર ડિઝાઇન કર્યા હતા.જેમાંથી એક પોસ્ટર સિલેક્ટ થયું છે.
આ પોસ્ટર થકી જ્યારે કોઈ પણ દેશમાં યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે એ.આઈ.નો ઉપયોગ પર રજૂ કરેલ પોસ્ટરમાં નૈતિક પ્રથાઓ,આગાહી અને યુદ્ધ ટેક્નિકમાં દેશ દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક મોડલ પર તે પ્રકાશ પાડશે. જ્યાં સુધી જીનીવામાં યુ.એન.ની આ કોન્ફરન્સ પૂરી ન થાય ત્યાં સુધી સહજ તેનું જાહેરમાં પોસ્ટર રજૂ કરી શકે નહીં.રાજકોટની આ દીકરીએ યુ.એન.ની આ સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરવાં જઈ રહી છે ત્યારે તેને ઓલ ધી બેસ્ટની શુભેચ્છાઓ……