રાજકોટ રેસકોર્સ મેદાન-રિંગરોડ બે’ય ભરચક્ક…!
મોદીની એક ઝલક નિહાળવા રાજકોટ રસ્તા પર
કોઈએ રામ-સીતાનો વેશ ધારણ કર્યો તો કોઈ પારંપરિક વેશભૂષામાં પહોંચ્યું સભાસ્થળે: ડોમમાં જગ્યા ન મળતાં લોકોએ બહારથી જ વડાપ્રધાનને સાંભળ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે રાજકોટની મુલાકાત લઈને અનેક મોંઘેરી' સુવિધાની ભેટ આપી હતી. દ્વારકાથી રાજકોટ આવી પહોંચ્યા બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સીધા એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાંથી જૂના એરપોર્ટ પર તેમનું ઉતરાણ થયું હતું. એરપોર્ટથી રેસકોર્સમાં સભાસ્થળ સુધી તેમણે રોડ-શો કર્યો હતો જે
હાઉસફૂલ’ રહ્યો હતો.
એકંદરે બપોરે અઢી વાગ્યાથી જ લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં મોદીને નિહાળવા માટે એકઠા થઈ ગયા હતા. બીજી બાજુ બધાની અલગ દેખાવા માટે લોકોએ વેશભૂષા પણ ધારણ કરી હતી જેમાં અમુકે રામ-સીતાનો વેશ લીધો હતો તો કોઈ પારંપરિક વસ્ત્રોમાં સભાસ્થળ સુધી પહોંચ્યું હતું. ખાસ વાત એ રહી કે મોદી જ્યાં સભા કરવાના હતા તે રેસકોર્સનું મેદાન તેમજ આખોયે રિંગરોડ ભરચક્ક થઈ ગયા હતા. જો કે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવીને કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનવા દીધો ન્હોતો. એકંદરે મોદીનો રાજકોટનો કાર્યક્રમ `સુપરહિટ’ રહ્યો તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.