Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મને જે પ્રેમ મળે છે તેનું હકદાર રાજકોટ છે

Mon, February 26 2024

રાજકોટે મને પ્રથમ વાર એમએલએ બનાવી ગાંધીનગર મોકલ્યો

હું ફરી એકવાર રાજકોટના એક-એક વ્યક્તિને માથું ઝૂકાવી નમન કરું છું

મોદી સરકારના શાસનમાં એક જ દાયકામાં દેશને દસ-દસ એઇમ્સ મળી


રવિવારે રાજકોટને એઇમ્સ સહિત રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભામાં રાજકોટ અને રાજકોટવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે દેશમાં મને જે પ્રેમ મળે છે તેનું ખરું હક્કદાર રાજકોટ છે… આજથી ૨૨ વર્ષ પહેલા બરાબર આજે દિવસે રાજકોટ મારામાં વિશ્વાસ વ્યક્ત કરીને મને ચૂંટણીમાં વિજયી બનાવી ગાંધીનગર મોકલતા મેં પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા અને આજે આ સ્થાને પહોંચી શક્યો છે.


રાજકોટના રેસકોર્ષ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભાને સંબોધતા પોતાના અડધો કલાકના ભાષણમાં રાજકોટને વારંવાર યાદ કર્યું હતું અને જણાવ્યું હતું કે હું ખરા હૃદયથી રાજકોટનો આભારી છું, આજથી ૨૨ વર્ષ પહેલા રાજકોટ મને પહેલી વખત આપી એમએલએ તરીકે ચૂંટી કાઢ્યો હતો અને ૨૫ ફેબ્રુઆરીએ જ પહેલી વાર મેં રાજકોટના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં શપથ ગ્રહણ કર્યા હતા.રાજકોટના એક એક લોકોએ મને પ્રેમ અને વિષ્વાસનો કરજદાર બનાવ્યો છે, રાજકોટના એક એક વ્યક્તિને આજે હું કહી શકું છું કે, તમે જે મારા ઉપર ભરોસો મુક્યો હતો એ ભરોસા ઉપર આજે હું ખરો ઉતરવાની કોશિષ કરી રહ્યો છું. આજે પૂરો દેશ એટલો પ્રેમ આપે છે અને એટલા આશીર્વાદ આપે છે તેનું હક્કદાર રાજકોટ છે. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે આજે પેઢીની પેઢી બદલાઈ ગઈ છે છતાં પણ મારા પ્રત્યેનો સ્નેહ ઓછો નથી થયો. હું ફરી એક વાર રાજકોટના એક એક વ્યક્તિને માથું ઝુકાવી નમન કરું છું.


વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દેશ ત્રીજી વાર એનડીએ સરકારને આશીર્વાદ આપી રહી છે ત્યારે અબ કી બાર… અબ કી બાર….. એવું બોલતા જાહેરસભામાં હાજર લોકોમાંથી મોદી સરકારના નારા લાગતા વડાપ્રધાને કહ્યું હતું કે અબ કી બાર ચારસો કે પાર.. નવું સૂત્ર પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે વજુભાઇ વાળાએ રાજીનામુ આપી રાજકોટની બેઠક નરેન્દ્રભાઈ માટે ખાલી કરી હતી ત્યારે જોગાનુજોગ વડાપ્રધાન માટે બેઠક ખાલી કરનાર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા પણ વડાપ્રધાન સાથે સભામંચ ઉપર પ્રથમ હરોળમાં મંચસ્થ હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેઓને પોતાની સ્પીચ દરમિયાન પણ આદરપૂર્વક યાદ કર્યા હતા.


દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આજનો દિવસ ન માત્ર રાજકોટ કે ગુજરાત માટે બલ્કે સમગ્ર દેશ માટે ગૌરવવંતો છે, કારણ કે આજે એક સાથે પાંચ પાંચ એઇમ્સ લોકાર્પણ થઇ છે અને વિકસિત ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ કેવી હશે તેની એક ઝલક સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે, આ સાથે જ તેઓએ કોંગ્રેસ સરકારને નિશાન ઉપર લેતા કહ્યું હતું કે આઝાદીના ૫૦ વર્ષના ઇતિહાસમાં એક માત્ર દિલ્હી એઇમ્સ હતી અને જે બાદ સાત એઇમ્સ હતી પરંતુ આજે ગતિશીલ સરકારના શાસનમાં એક જ દાયકામાં દેશને દસ દસ એઇમ્સ મળી છે અને છેલ્લા પાંચ વર્ષમાં જે જે એઈમ્સના ખાતમુહૂર્ત મારા હાથે થયા છે એના આજે લોકાર્પણ થઇ રહ્યા છે જે મોદીની ગેરંટીના નમૂના હોવાનું જણાવી દેશમાં મોદી સાશનકાળમાં થઇ રહેલા આરોગ્ય, રોડ રસ્તા, શિક્ષણ,આયુષ્યમાન ભારત, જન ઔષધિકેન્દ્ર સહિતના પ્રકલ્પોથી દેશને મળી રહેલી સુવિધાઓ ગેરંટીની પણ ગેરંટી હોવાનું જણાવ્યું હતું.


નોંધનીય છે કે,રાજકોટની જાહેરસભામાં વડાપ્રધાનના નિર્ધારિત સમય કરતા ૨૨ મિનિટ મોડા પહોંચતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણમાં રાજકોટની જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીની ક્ષમા માંગતા કહ્યું હતું કે, મને આવવામાં વિલંબ થયો છે કારણ કે આજે દ્વારકાના પ્રવાસ દરમિયાન મને અદભુત આધ્યાત્મિક સાધનાનો મને મોકો મળતા મેં સમુદ્રમાં ડૂબી ગયેલ કૃષ્ણની દ્વારકાના દર્શન કરી પૂજા અર્ચન કરી પુરાતન દ્વારકાના અવશેષોને સ્પર્શ કરવાની સાથેભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનો મને મોકો મળ્યો પરિણામે અહીં પહોંચતા મને થોડો વિલંબ થયો તો ક્ષમા કરશો.

હિરાસર એરપોર્ટ ખાતે PMએ ૨૦ મિનિટ ગૂફ્તેગૂ કરી

વડાપ્રધાન મોદી રવિવારે રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરી લોકસભા ચૂંટણી અંગે સૌરાષ્ટ્રની નેતાગીરી સાથે ચર્ચા કરનાર હોવાના પ્રોગ્રામમાં અચાનક ફેરફાર થતા જાહેરસભા બાદ તેઓ સીધા જ જુના એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ પીએમ મોદી હેલીકૉપટર મારફતે હિરાસર એરપોર્ટ રવાના થયા હતા, જો કે મહત્વની બાબત એ છે કે હિરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ ૨૦ મિનિટનું રોકાણ કર્યું હતું, પીએમ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સી.આર.પાટીલ સિવાય અન્ય એક એમએલએ લખેલી કાર પણ હિરાસર એરપોર્ટ ઉપર હાજર હોય હિરાસર એરપોર્ટ ખાતે ૨૦ મિનિટના વડાપ્રધાનના આ રોકાણ અંગે પાર્ટી લેવલે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સૂત્રોએ વડાપ્રધાન માત્ર ફ્રેશ થવા જ ૨૦ મિનિટ એરપોર્ટ ખાતે ગાળી હોવાનું જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ચૂંટણીના નગારા વાગ્યા: રાજકોટ લોકસભાની સીટ માટે આજે બપોરે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા

Next

રાજકોટ રેસકોર્સ મેદાન-રિંગરોડ બે’ય ભરચક્ક…!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
10 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
10 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
11 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ : સિંધુ જળસંધિ પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કુલીઓએ લાશો ઉપાડી, ભીડ નિયંત્રણમાં તંત્ર નિષ્ફળ :મૃત્યુ આંક વધારે હોવાનો લોકોનો આક્ષે૫
ટ્રેન્ડિંગ
7 મહિના પહેલા
કેજરીવાલ સુપ્રીમ કોર્ટના દ્વારે, કહ્યું હવે તો મને છોડાવો, કોર્ટે વકીલને કહ્યું, પહેલા ઈ- મેઈલ કરો
Breaking
1 વર્ષ પહેલા
ખરીદી લો.. સોનું થયું સસ્તું : બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં સોનાના ભાવમાં પણ થયો ઘટાડો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર