રાજકોટ : કણકોટ રોડ પાસે અને રૈયા ચોકડી નજીક જુગાર રમતા 15 પકડાયા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં ધોધમાર પડતાં વરસાદ વચ્ચે પણ પોલીસ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં કણકોટ રોડ પાસે પ્રધાન મંત્રી આવાસયોજનાફ્લેટમાં અને રૈયા રોડ પર જાહેર માર્ગ પર પતા ટીચતા 15ને પકડી પાડયા છે.પ્રથમ દરોડો યુનિવર્સિટી પોલીસે કણકોટ રોડ પાસે આવેલા પ્રધાન મંત્રી આવાસયોજનાના ફ્લેટમાં 14માં માળે પાડી જુગાર રમતા જકિત આરદેસણા,સંજય વાઘેલા,જયપ્રકાશ જોશી,સંદીપસિંહ ગોહિલ,વિજય સબાડ,કાળુ ખાચર અને જયરાજ ખાચરને પકડી રૂ.17 હજારની રોકડ જપ્ત કરી છે.બીજો દરોડો ગાંધીગ્રામ પોલીસે પાડી રૈયા ચોકડી પાસે કિસ્મત પાનની શેરીમાં જાહેરમાં જુગાર રમતા લલીત ગોહિલ,હરસુખ ચુડાસમા,મકબૂલ,જીગ્નેશ પરમાર,ચિરાગ ઠકરાર,ઈમરાન,જુનેદ અને મહેશ ઠાકરને પકડી 10,750ની રોકડ કબજે કરી છે.
