દંડ નહિ, રાખડી: નિયમ તોડનારને અનોખો પાઠ ભણાવતી પોલીસ!
રાજકોટમાં બુધવારે રક્ષાબંધનના તહેવારની હર્ષો-ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટ્રાફિક વિભાગ દ્વારા પણ રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. ડીસીપી ટ્રાફિક પુજા યાદવ અને એસીપી જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ જે. જી. રાણા અને કેયા ચોટલીયા સહિતના સ્ટાફ દ્વારા શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોને દંડને બદલે રાખડી બાંધવામાં આવી હતી. સાથો સાથ સુરક્ષાના પાઠ પણ શિખવાડવામાં આવ્યા હતા.