રાજકોટમાં પોલીસ ભરતી કૌભાંડ
પરીક્ષા આપ્યા વગર 20 હજારથી 50 હજારમાં સીધા પોલીસ વિભાગમાં નોકરીના ઓર્ડર
કૌભાંડમાં સંડોવાયેલ 15 જેટલા શખ્સો ક્રાઇમ બ્રાંચના સકંજામાં
કૌભાંડનું નગર બની ગયેલા ગુજરાતમાં પેપરકાંડ અને નોકરીકાંડ બાદ વધુ કે પોલીસ ભરતી નોકરી કૌભાંડ બહાર આવ્યુ છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચે કોઈ પણ પરીક્ષા વગર સીધા પોલીસ ભરતી કરી નોકરી અપાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના આ મોટા પોલીસ ભરતી કૌભાંડમાં 15 થી વધુ શખ્સોની સંડોવણી હોવાનો સ્ફોટક ખુલાસો થયો. 20 હજારથી 50 હજારમાં પોલીસ વિભાગમાં સીધા જ ભરતીનો ઓર્ડર આપી આ ટોળકીએ ગુજરાતમાં અનેક નોકરી વાંછુંકોને આવ નકલી ઓર્ડર આપ્યા હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાંચે આ કૌભાંડ અંગે છેલ્લા એક સપ્તાહથી તપાસ કરી અલગ અલગ જિલ્લાના 15 જેટલા શખ્સોની ધરપકડ કરી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતમાં પીએસઆઇની 16 માર્ચ, 2021 ની ભરતીમાં કૌભાંડ થયું હતું. 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. ત્યારે આ ભરતીમાં ૧૦ લોકો ખોટી રીતે લાગ્યા હોવાનો યુવરાજ સિંહે આક્ષેપ કર્યા બાદ આ મામલે સરકારે પણ તપાસના આદેશ આપ્યા હતા લગાવ્યો છે. પોલીસ અધિકારી અને બીરસામુંડા ભવનના એક કર્મચારી થકી ખોટી રીતે યુવાન નોકરીએ લાગ્યો હતો. ત્યારે આ તપાસનો રેલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો છે.
ઉપરાંત સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં જવાહર ગ્રાઉન્ડ ખાતે પી.એસ.આઇ.ની શારીરિક કસોટીના નકલી કોલ લેટર બનાવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં કોલ લેટર સાથે છેડછાડ કરનાર રાજકોટ અને બોટાદના બે કોન્સ્ટેબલ સહિત પાંચ ઉમેદવારોની પોલીસે ધરપકડ કરી હતી એક ઉમેદવાર ઓરિજનલ કોલ લેટરમાં સહિ સિક્કા કરાવવા જતાં બોગસ કોલ લેટરનું કૌભાંડ બહાર આવ્યું હતું અને સમગ્ર રેક્ટનો પર્દાફાશ થયો હતો જેમાં પોલીસે પાંચેય ઉમેદવારો સામે ગુનો નોંધ્યો હતો.
રાજકોટ ક્રાઇમ બ્રાંચે પણ આવું જ રેકેટ પકડી પાડ્યું હતું. સમગ્ર ષડયંત્રમાં હજુ પણ કેટલા લોકો સામેલ છે તે જાણવા ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. આ ટોળકીએ નિમણૂકના બોગસ ઓર્ડર પણ તૈયાર કર્યા હતા. આ પોલીસ ભરતી કૌભાંડનો માસ્ટર માઇડન કોણ ?તે બાબતે ક્રાઇમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો થઈ શકે તેમ છે. આરોપીઓની ધરપકડ બાદ તેમના ગુનાહિત ઇતિહાસ અંગે વિસ્તૃત માહિતી પોલીસ મેળવી રહી છે . હાલ પોલીસ શંકા સેવી રહી છે કે આ ગેંગ દ્વારા બાર થી પણ વધુ પરીક્ષાર્થીઓને પોતાના શિકાર બનાવવામાં આવ્યા છે.
દોઢ વર્ષ પૂર્વે પણ રાજકોટમાં આવું એક કૌભાંડ ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધું હતું જેમાં પોલીસે ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણાની ધરપકડ કરી હતી આ બન્નેએ એલ.આર.ડી તેમજ પીએસઆઇની ભરતી મામલે જે પણ પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમને લાલચ આપી હતી કે તેઓને કોઈપણ જાતની ફિઝિકલ ટેસ્ટ આપ્યા વગર કે રાઇટીંગ ટેસ્ટ આપ્યા વગર તેમને પાસ કરી આપવામાં આવશે. જે માટે પરીક્ષાર્થીઓ પાસેથી 1,10,000 થી લઇ 4,00,000 રૂપિયા સુધીની રકમ મેળવી હતી.
આંતરરાજ્ય કૌભાંડના ભણકારા
પોલીસ ભરતી કૌભાંડનું કનેક્શન આંતરરાજ્ય હોવાની આશંકા છે. પોલીસ વિભાગમાં ભરતી થવા માંગતા યુવાનો આ ગેંગના સંપર્કમાં આવ્યા હતા. સંપર્કમાં આવીને તેમણે આ ગેંગને રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આ ટોળકીએ કેટલાકને નકલી ઓર્ડર પણ આપ્યા હતા કેટલાક યુવાનો જે પોલીસમાં નોકરીમાં જોડાવા ફિઝિકલ અને લેખિત પરીક્ષાની તૈયારી કરતાં હોય તેવા યુવાનો પણ આ ટોળકીના જાળમાં ફસાયા હતા. રાજકોટ જ નહિ પરતું આખા ગુજરાતમાં અનેક નોકરી વાંછુંકોએ આ ટોળકીને 20000 થી લઈ 50000 જેટલી રકમ આપ્યા હતા આ ટોળકી રૂપિયા આપે તેની સાથે જ ડીલ કરતી હતી. સમગ્ર મામલે કાર્યવાહી કરવા બદલ તેમજ કૌભાંડ બહાર પાડવા બદલ ઉચ્ચ પોલીસ અધિકરીઓએ પણ રાજકોટ પોલીસ ને અભિનંદન પાઠવ્યા હતા.