હિમાચલ પ્રદેશમાં પણ પહાડની શું હાલત થઈ ? જુઓ
ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાંથી પણ ચંબા ભૂસ્ખલનનો ડરામણો વીડિયો સામે આવ્યો હતો. આ ટેકરી રાજ્યના ચંબા જિલ્લાના ભરમૌર વિધાનસભા મતવિસ્તારના મણિમહેશ તળાવ તરફના માર્ગ પર આવેલી છે. પહાડી તૂટી પડવાનો એક વીડિયો સામે આવ્યો હતો. અહીં ટેકરી પરથી ભૂસ્ખલન થયું હતું. જોકે આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. અનેક માર્ગો બંધ કરી દેવાયા હતા.
દરમિયાનમાં દેશના 4 રાજ્યો યુપી, બિહાર, આસામ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી દુર્ઘટનાઓમાં કૂલ 182 લોકોના મોત થયાના અહેવાલો બહાર આવ્યા હતા. અનેક જગ્યાએ મોટી ઘટનાઓ બની હતી. યુપીના અનેક ગામડા પાણીમાં ડૂબી ગયા હતા. બિહારમાં રેડ એલર્ટ અપાયું છે અને એમપી સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ચંબામાં આ ભૂસ્ખલન ભરમૌરના ગુનાલા અને ડોનાલી વચ્ચે જોવા મળ્યું હતું. જો કે, મણિમહેશ માટે આ માર્ગ બંધ કરી દેવાયો છે અને ભગવાન શિવના દર્શન માટે બીજો માર્ગ ખોલવામાં આવ્યો છે. વાસ્તવમાં, આજકાલ બહારના રાજ્યોના યાત્રીઓ ભગવાન શિવના દર્શન કરવા માટે ચંબાના મણિમહેશ જઈ રહ્યા છે.
જો કે મણિમહેશ યાત્રા સત્તાવાર રીતે ઓગસ્ટમાં શરૂ થશે. જ્યારે પહાડ અંદર ખાબક્યો અને ભૂસ્ખલન થયું, ત્યારે પ્રવાસીએ તેને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો. આ વીડિયો વાયરલ થયો હતો. બીજી તરફ, વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને આ માર્ગ પરથી મુસાફરી કરવા માટે પ્રતિબંધો અને માહિતી બોર્ડ મુકવામાં આવ્યા છે.
હંડસર પંચાયતના વડા મહેન્દ્ર શર્માએ જણાવ્યું કે આ ગત સપ્તાહનો વીડિયો છે. આ ભૂસ્ખલન હુંડસરની બીજી બાજુએ થયું હતું જ્યાંથી યાત્રાનો માર્ગ શરૂ થાય છે. કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. ભૂસ્ખલન બાજુએ લોકોની અવરજવર નથી. મણિમહેશ યાત્રાનો રૂટ સંપૂર્ણપણે સલામત અને સાચો છે. લોકો અહીં ફરવા માટે આવી શકે છે.