એક સપ્તાહમાં રાજકોટમાં ડેંગ્યુ-મેલેરિયાનો એકેય કેસ નહીં
તા.૧થી ૧૩ સુધીમાં માત્ર એક-એક દર્દી નોંધાયા: શરદી-ઉધરસ-તાવના કેસ પીછેહઠ નથી કરતા
એક સમયે રાજકોટમાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના રોગે રીતસરનો `ઉપાડો’ લેતાં લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. જો કે હવે આ ત્રણેય રોગ `કંટ્રોલ’માં આવી ગયા હોય તેવી રીતે એક સપ્તાહની અંદર એક પણ કેસ નોંધાયો ન હોવાનું મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક રોગચાળાના આંકડા પ્રમાણે તા.૬-૧-૨૦૨૫થી તા.૧૨-૧-૨૦૨૫ સુધીમાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયાના કેસ નથી નોંધાયા જ્યારે શરદી-ઉધણસના ૯૪૩, સામાન્ય તાવના ૭૨૭, ઝાડા-ઊલટીના ૧૬૩ અને ટાઈફોઈડના બે કેસ નોંધાયા છે.