Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લાના આઠ ડેમોમાં નવા નીરની આવક

Thu, July 11 2024

રાજકોટ જિલ્લામાં બુધવારે પડેલા વરસાદને કારણે જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે જેમાં સૌથી વધુ વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ નવા નીરની આવક થઇ હતી.

રાજકોટ સિંચાઈ વર્તુળ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ  ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૩૯ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૫૯ ફૂટ, ડોંડી ડેમમાં ૨.૧૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, નવા નીર આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ૧૦.૭૬ ટકા, ફોફળ ડેમ ૪૩.૧૩ ટકા, વેણુ-૨ ડેમ ૫૨.૪૭ ટકા, આજી-૩ ડેમ ૨૪.૮૩ ટકા, ડોંડી ડેમ ૪૦.૩૦ ટકા, ન્યારી-૨ ડેમ ૫૨.૬૪ ટકા ભરાયો છે. હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૨૨૮ મીટર ખુલ્લો છે.

ઉપલેટામાં 2 કલાકમાં સવા બે ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન છે ત્યારે ઉપલેટા શહેરમાં ગઈકાલે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ (55 mm) વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ભાદર ચોક વિસ્તાર શાકમાર્કેટ વિસ્તાર સિંધી બજાર, કટલેરી બજાર,હિરાબા પ્લોટ વિસ્તાર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.  

આગામી 2 દિવસ કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags:

demgujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

લોહી નીંગળતા શરીરો સાથે બે કલાક લડ્યા આતંકીઓ ઉપર 5189 ગોળીઓ વરસાવી

Next

પૂર્વ અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
21 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
21 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
21 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
22 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકની ‘હેટ્રિક’ફટકારી: કુખ્યાત ‘બાટલીગેંગ’ને ગુજસીટોક હેઠળશીશા’માં ઉતારાઈ
ક્રાઇમ
2 મહિના પહેલા
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ચૂંટણી લડવા માટે આમ આદમી પાસેથી ક્રાઉડ ફંડિંગની અપીલ કરી
Breaking
1 વર્ષ પહેલા
આજથી રણજી ટ્રોફી શરૂ: સૌરાષ્ટ્રનો મુકાબલો મજબૂત’ તમીલનાડું સામે
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
IND vs AUS : પર્થ ટેસ્ટમાં ભારતના ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન, 150 રનમાં આખી ટીમ તંબુ ભેગી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર