રાજકોટમાં રેડ એલર્ટ વચ્ચે પણ મેઘરાજાની નારાજગી
આગામી તા.26મી સુધી સૌરાષ્ટ્રમાં રેડ અને ઓરેન્જ એલર્ટ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસી રહેલા મેઘરાજાએ રાજકોટથી અંતર જાળવ્યું
રાજકોટ : સમગ્ર ગુજરાતમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર્ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાથી અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સોમવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જો કે, રેડ એલર્ટ છતાં પણ રાજકોટ પ્રત્યે મેઘરાજાની નારાજગી હોય તેમ રાજકોટના ભાગમાં માત્ર ઝાપટા જ આવી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આજે તા.23 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોય ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સાથે જ 24 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની શક્યતા હોય યલો એલર્ટ અપાયું છે. જામનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ અને ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ ઉપરાંત આગામી તા. 25 અને 26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદા, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેમ હોવાનું આગાહીમાં જણાવવામાં આવ્યું છે.