રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિગમાં વકીલો પ્રાથમિક સુવિધાથી વચિત
અપુરતી સુવિધાઓ તાત્કાલિક ધોરણે પરીપૂર્ણ કરવા ૩૦૦થી વધુ વકીલોની એસોસીએશનના પ્રમુખ તેમજ સેક્રેટરીને રજૂઆત
રાજકોટના જામનગર રોડ પર ઘટેશ્વર ખાતે નવા કોર્ટ બિલ્ડિગનુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસના હસ્તે લોકાર્પણ થયા બાદ રૂ.૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બિલ્ડિગમા એકસાથે ૫૨ કોર્ટ કાર્યરત થઈ છે. નવા કોર્ટ બિલ્ડીંગમા વકીલો માટે અપૂરતી સુવિધાને કારણે વકીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ તેમજ સેક્રેટરીને અપુરતી સુવિધાઓ તાત્કાલિક ધોરણે પરીપૂર્ણ કરવા અગે ૩૦૦થી વધુ વકીલોએ રજૂઆત કરી હતી.
વકીલો દ્વારા જણાવવામા આવ્યુ કે, સીવીલ કોર્ટ, ટ્રીબ્યુનલ કોર્ટ, સેશન્સ કોર્ટ, ડીસ્ટ્રીકટ કોર્ટ વિગેરે કોટોનુ સ્થળાતર ઘટેશ્વર મુકામે આવેલ નવનિર્મીત કોર્ટ બિલ્ડીંગમા કરવામા આવેલ છે. બિલ્ડીંગના ઉદ્ઘાટન બાદ જ્યુડીશ્યલ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર ઝડપે કોર્ટનુ રેકર્ડ, ફાઈલો, વિગેરે જરૂરી સાધન સામગ્રીનુ સ્થળાતર કરવામા આવેલ છે જે મહદ અશે પુર્ણતાને આરે છે.
આ નવા કોર્ટ બિલ્ડીંગના ઓપનીંગ બાદ આપણી માતૃ સસ્થા રાજકોટ બાર એશોસીએશનની જરૂરી પાયાની સુવિધાઓ જેવી કે, સીનીયર તેમજ જૂનીયર એડવોકેટ માટેની બાર રૂમમા બેસવાની બેઠક વ્યવસ્યા, લાયબેરીની વ્યવસ્થા, ઝેરોક્ષની વ્યવસ્થા, કોમ્પ્યુટર-પ્રિન્ટીંગ, સ્ટેશનરી, વેલફેર-કોર્ટ ફી સ્ટેમ્પ/ટીકીટ, કેન્ટીન, લોકરના કબાટોની વ્યવસ્યા, પીવાના પાણીની વ્યવસ્થા વિગેરે કોઈપણ પ્રકારની પાયાની સુવિધાઓ ઉભી કરવામા આવી નથી જેના લીધે રાજકોટ બાર એશોસીએશનના સીનીયર તેમજ જૂનીયર એડવોકેટોને ખૂબજ અગવડતા ભોગવી રહ્યા છે.
તેમજ જે એડવોક્રેટઓને આજદિન સુધી ટેબલની સુવિધાઓ મળેલ નથી તેવા એડવોકેટ તેમજ જે એડવોકેટ દ્વારા ટેબલની વ્યવસ્થાની માગણી કરેલ નથી તેવા સીનીયર /જુનીયર એડવોકેટ માટે મેઈનબાર રૂમની કોઈપણ પ્રકારની પાયાની સુવિધાઓ ઉભી કરવામા આવેલ નથી હાલમા રાજકોટ બારને ફાળવેલ જગ્યામા માત્ર દિવાલો અને સીમીત જગ્યાએ પાર્ટીશન ઉભા કરવામા આવેલ છે. રાજકોટ બાર માટે નવા બનનાર બિલ્ડિગને હજુ ૨ વર્ષ જેટલો સમય લાગી શકે છે ત્યા સુધી વકીલોને દૈનિક પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માગ કરવામા આવી હતી.
આગામી દિવસોમા વિવિધ સીવીલ અદાલતની સુચના મુજબ કોર્ટ કાર્યવાહી નિયમીત રાબેતા મુજબ ચાલુ થશે ઉપરોકત જણાવેલ સજોગોમા જો કોર્ટ કાર્યવાહી ચાલુ થાય તેવા સજોગોમા એડવોકેટ માટે તેમજ અસીલો માટે સપુર્ણપણે અરાજકતા અને અવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ પામે તેમ છે. આવા સજોગોમા ઉપરોકત તમામ પરિસ્થિતિ અને સજોગો ધ્યાને લઈ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી હાથ ધરી અવ્યવસ્થાનુ નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.