રામનાથપરામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવકને છરીનાં ઘા ઝીંકાયા
પેટા.. ઇજાગ્રસ્ત ઈરફાન ઉર્ફ લતીફ કારવા ગંભીર હાલતમાં સારવાર હેઠળ, પોલીસે બે શખ્સો સામે હત્યા પ્રયાસનો નોંધ્યો ગુનો
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરના રામનાથ પરા વિસ્તારમાં આવેલી જૂનીજેલ પાસે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ઈરફાન કારવા પર પર બે શખ્સોએ છરી વડે હીચકારો હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના અંગે એ-ડિવિઝન પોલીસે આરોપી સાગર ગોસ્વામી તેમજ દિનેશ બાબરી લીંબડીયા સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, શહેરના કોઠારીયા રોડ પર આવેલી નાણોદા સોસાયટીમાં રહેતા ઇજાગ્રસ્ત ઈરફાનના પત્ની નસીમબેનએ આરોપી તરીકે સાગર ગોસ્વામી તેમજ દિનેશ ઉર્ફ બાબરી લીંબડિયાનું નામ આપતા ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે ૧૧ વાગ્યે તેમના પતિના મિત્ર હુસેન નો ફોન આવેલ અને તેવું ને જણાવેલ કે ઈરફાનને લાગી ગયેલ છે અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ છે.જેથી નસીમબેન તુરંત હોસ્પિટલે દોડી ગયા હતા. ઈમરજન્સી વોર્ડમાં દાખલ ઈરફાને પત્નીને ઘટના અંગે કહ્યું હતું કે, જંગલેશ્વરમાં રહેતા મિત્રો હિતેશ આહિરે થોડા સમય પહેલા હપ્તેથી પોતાના નામે જે મોબાઇલના હપ્તા ભરવા બાબતે તેની સાથે બે-ત્રણ દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી. રાત્રિના સમયે મિત્ર હુસેન સાથે નાસ્તો કરવા જઈ રહ્યો હતો ત્યારે રામનાથ પરા જૂની જેલ પાસે પહોંચતા સાગર ગોસ્વામી, દિનેશ ઉર્ફ બાબરી લીંબડીયા તેમજ હિતેશ આહીર ત્યાં ઊભા હતા. જેથી મિત્ર હુસેન સાગરને બોલાવી અગાઉ થયેલા થયેલા ઝઘડા અંગે સમાધાન કરવા માટે કહ્યું હતું
દરમિયાન આરોપી સાગર અને દિનેશે ઈરફાને ગાળો ભાંડી બંનેએ પોતાની પાસે રહેલી છરી વડે યુવકને પગના ભાગે, પડખામાં તેમજ પેટમાં ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાકીદે 108 માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે એ- ડિવિઝન પોલીસે આરોપી સાગર ગોસ્વામી તેમજ દિનેશ બાબરી લીંબડીયા સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા
ચક્રો ગતિમાન કર્યા છે