નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશનમાં હિટાચી નીચે દબાઈ જતાં શ્રમિકનું મોત
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશનમાં કચરાની કામગીરી દરમિયાન હિટાચી મશીન હેઠળ દબાઈ જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ, નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશનની સાઈટ ઉપરથી ગઇકાલ સવારે યુવાનની લાશ મળી આવી હતી. જેને ગળાના ભાગે તથા પેટ ઉપર ઈજાના નિશાન હોય સ્થાનિક લોકોએ 108ને જાણ કરતાં 108નાં સ્ટાફે દોડી જઈ યુવાનને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે તપાસ કરતાં મૃતક કમલેશ પ્રતાપભાઈ ભુરીયા (ઉ.30) હોવાનું ખુલવા પામ્યું હતું. વધુ તપાસમાં મૃતક ડમ્પીંગ સ્ટેશનની સાઈટ ઉપર મજુરી કામ કરતો હોવાનું અને કામ કરતી વેળાએ હીટાચી મશીન હેઠળ દબાઈ જતાં તેનું મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ પોલીસ જણાવ્યું હતું.