કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા કોઇ માઇનો લાલ ઉકેલી શકયો નથી, માત્ર વાતો જ થઇ છે!
- ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે માત્ર વિચારણા જ થાય ગ્રાઉન્ડ લેવલે જઇ રિયાલિટી ચેક કોઇ
- કરતું નથી: મહાનગરપાલિકા અને પોલીસની અણ આવડતના કારણે ટ્રાફિકની સમસ્યા વધી
રાજકોટમા ભલું કરવાના લોકોને “મૂંગેરીલાલ કે હસીન સપને” દેખાડતાં શાસકોમાં પણ ટ્રાફિક સમસ્યા ઉકેલવાની આવડત નહીં હોવાથી કોઇ નક્કર કાર્યવાહી કરાવી શકતા નથી. તંત્ર જેમ કહે તેમ માથું હલાવે જાય છે. પ્રજા જાય તેલ પીવા, આપણે શું! તેવી નીતિના કારણે રાજકોટ ટ્રાફિક સમસ્યામાં ઘેરાય રહ્યુ છે. કોટેચા ચોક સહિતના વિસ્તારમા સાંજના સમયે ટ્રાફિકજામ રોજિદી સમસ્યા બની ગઇ છે. છતાંય તંત્ર આખ આડા કાન કરી રહ્યુ છે. ટ્રાફિક પ્રશ્ને તંત્ર કહે છે અમે ગભીર છીએ છતા નક્કર કાર્યવાહી કરવામા આવતી નથી.
ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કોટેચા ચોક વિસ્તારના સર્વે કરીને વાહનવ્યવહાર કઇ રીત સુચારૂ બનાવી શકાય તે અગે અધિકારીઓ માત્ર ચર્ચા વિચારણા કરે છે પરતું તેનો ઉકેલ લાવવા ગ્રાઉન્ડ લેવલે જઈ રિયાલિટી ચેક કરી નિર્ણય લેતા નથી. અપૂરતા સ્ટાફને કારણે ટ્રાફિક નિયમન માટે જરૂરી સ્ટાફ ફરજ ઉપર ન હોય ઓછો સ્ટાફ યોગ્ય રીતે મેનજમેન્ટ કરી શકતો નથી. ટ્રાફિક બ્રિગેડના જવાનોની મદદથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા પૂરતા પ્રયત્ન કરાય છે પરતું કોટેચા ચોક જેવા ટ્રાફિકથી ધમધમતા ચોકમા જ્યા ૬ રસ્તા ભેગા થાય છે ત્યા ટ્રાફિક નિયમન માટે માત્ર ત્રણ થી ચાર વોર્ડનને જવાબદારી સોંપાઈ છે.
જેથી યોગ્ય મેનજમેન્ટ નહિ થતુ હોવાથી કોટેચા ચોકમા ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સબધિત તંત્ર સાથે સંકલન કરીને મહત્વના નિર્ણય લેવાની જરૂર છે. રાજકોટમા ટ્રાફિક સમસ્યા વધતી જ જાય છે. પરતુ તેનો હલ કાઢવા કે પ્લાનિગ કરવા ટ્રાફિક પોલીસ અને મનપાના હોશિયાર અધિકારીઓ મિટિગ કરી કાંઇક પ્લાનિગ ઘડી કાઢવું જોઇએ. રાજકોટને પ્રજાએ તમામ ઉપર વિશ્વાસ મૂક્યો છે. આટલી હદે તંત્રની કામગીરી નિષ્ફળ નિવડી છે તેવુ તમે લોકો ખુદ સ્વીકાર કરી રહ્યા છો ત્યારે હવે રાજકોટવાસીઓના પ્રતિનિધિ તરીકે હવે તંત્રનો કાન આમળવાનો સમય પાકી ગયો છે. મનપા અને પોલીસની અણઆવડતના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. રાજકોટનો સળગતો પ્રશ્ન ટ્રાફિક ઝુબેશ શરૂ કરતા તંત્ર હજુ આળસ મરડવાનું નામ નથી લેતી.
ટ્રાફિકજામ નિવારવા શું પગલાં લઇ શકાય
- મહિલા કોલજ અંડર બ્રિજ તરફથી આવતા અને ઇન્દિરા સર્કલ અને કેકેવી તરફ જતા વાહનચાલકો સર્કલના અધવચ્ચે આવી જાય છે, જો આ વાહન ચાલકો ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેનમાં ઊભું રાખે તો ટ્રાફિક નિયમન યોગ્ય થાય.
- ડાબી તરફની સાઈડ ખુલ્લી રાખવાથી ડાબી બાજુ જવા માંગતા વાહન ચાલકો સરળતાથી ડાબી તરફથી પસાર થાય તો ટ્રાફિકનુ ભારણ ઓછું થઈ શકે.
- એક બે જગ્યાને ઊભા રહેતા વોર્ડનને ટ્રાફિક નિયમન માટે ૬ રસ્તા ઉપર ફરજ સોંપાય તો રોંગ સાઈડથી આવતા વાહન ચાલકોને અટકાવી શકાય.
- કોટેચા ચોકમા ટ્રાફિક સિગ્નલ મૂકવામા આવે તો પણ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
લોકોએ પણ ટ્રાફિક સેન્સ વધારવી જરૂરી: અમિત ભટ્ટ
કોટેચા ચોકમા દુકાન ધરાવતા અમિત ભટ્ટે `વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમા જણાવ્યુ કે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તંત્ર કામ કરે છે સાથે લોકોએ પણ ટ્રાફિક સેન્સ વધારવી જરૂરી છે. કોટેચા ચોક માંથી પસાર થનાર વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને ઘણા બધા વાહન ચાલકો રોંગ સાઈડથી વાહન ચલાવી નિયમનો ભંગ કરે છે જેથી ટ્રાફિક જામ થાય છે.
સ્ટાફ ઓછો હોવાથી નિયમન યોગ્ય થતુ નથી: ગૌતમ કવા
કોટેચા ચોકમા દુકાન ચલાવતા ગૌતમ કવાએ `વોઇસ ઓફ ડે’ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, ટ્રાફિક નિયમન માટે સ્ટાફ ઓછો છે. આ રસ્તા ઉપર દરરોજ હજારો વાહનો અવર-જવર કરે છે ઉપરાત નજીકમાં શાળા-કોલેજ-હોસ્પિટલ હોય સતત ધમધમતા આ ચોકમા ટ્રાફિક વોર્ડન સાથે ટ્રાફિક પોલીસની સખ્યા વધારવાની જરૂર છે. ઓછા સ્ટાફને લીધે યોગ્ય નિયમન થતુ નથી.