કેજરીવાલ હવે કોના સકંજામાં આવ્યાઆ ? શું થયું ? જુઓ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડમાં પ્રથમ વખત કેન્દ્રીય એજન્સી સીબીઆઇએ કેજરીવાલની બુધવારે ધરપકડ કરી હતી. ઇડીના મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ તિહાર જેલમાં કેદ છે, સીબીઆઇએ જેલમાંથી જ મુખ્યમંત્રીની ધરપકડ કરી લીધી હતી. ઇડીના મામલામાં બુધવારે સુપ્રીમમાં સુનાવણી થાય તેના એક દિવસ અગાઉ જ સીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી.
ધરપકડ બાદ કેજરીવાલને કઈબીઆઈની ટીમ રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ ગઈ હતી અને 5 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. લાંબી દલીલો બાદ અદાલતે દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી.
સીબીઆઈએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે નવી દારૂ નીતિ મનીષ સિસોદિયાએ બનાવી હતી પોતે નહીં તેવું નિવેદન કરીને કેજરીવાલે કબૂલાત પણ કરી હતી. અનેક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે ત્યારે કેજરીવાલની પૂછપરછ જરૂરી બની છે.
તબિયત બગડી
હાલ સીબીઆઇ અને ઇડી બન્ને એજન્સીઓ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડની તપાસ કરી રહી છે. તિહાર જેલમાં સીબીઆઇ દ્વારા કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટમાં કેજરીવાલની તબિયત બગડી જતાં એમને બીજા રૂમમાં ખસેડાયા હતા.
કેજરીએ કહ્યું હું કઈ બોલ્યો જ નથી
મનીષ સિસોડિયાનું નામ આપ્યું છે તેવા સીબીઆઇના દાવા અંગે કેજરીવાલે કહ્યું હતું કે મે ક્યારેય મનીષ સિસોડિયાનું નામ લીધું જ નથી. વાસ્તવમાં સિસોદિયા અને હું બંને નિર્દોષ છીએ. અમને બદનામ કરવા માટે જ આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.