તહેવારોમાં રાજકોટનો ઈશ્વરિયા પાર્ક સવારે ૮થી સાંજે ૮ સુધી ખુલ્લો રહેશે
આગામી દિવસોમાં સિંગલ રોડને પહોળો કરવામાં આવશે, સ્ટ્રીટલાઈટની પણ સુવિધા થશે
૭૬ એકરમાં પથરાયેલા ઈશ્વરિયા પાર્કમાં બોટિંગનું આકર્ષણ, તહેવારોમાં એક ડઝનથી વધુ બોટ ફરશે
આગામી બે મહિનામાં એઈમ્સ તરફનો ખંઢેરી જવા માટેનો બ્રિજ તૈયાર થઈ જશે. બીજી તરફ તહેવારોને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રમાંથી ફરવા માટે રાજકોટ આવતા તહેવારોને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રમાંથી ફરવા માટે રાજકોટ આવતા લોકોને ઈશ્વરિયા પાર્કનો લાભ મળે તે હેતુથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફૂડ કોટ માટે કાયમી કેન્ટિન શરૂ કરવા કોન્ટ્રાક્ટ પધ્ધતિ અમલી બનાવવામાં આવશે તેમ કલેકટર પ્રભવ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું.
ઈશ્વરિયા પાર્ક તરફ જવાનો રસ્તો પાકો બનાવાશે તેમજ સવારે ૮થી સાંજે ૮ કલાક સુધી પાર્ક ખુલ્લો રાખવામાં આવશે. તહેવારોમાં વધુ લોકો લાભ લે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ સ્ટ્રીટલાઈટની પણ આગામી દિવસોમાં સુવિધા કરવામાં આવશે. રાત્રીના ભાગમાં લોકોને રસ્તામાં અવરજવરમાં મુશ્કેલી પડતી હોય અને અંધકારના કારણે ઈશ્વરિયા પાર્કમાં લોકો આવી શકતા ન હોવાથી સ્ટ્રીટલાઈટ માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ હિંચકા, લપસણા, બાકડા ઈશ્વરિયા પાર્કમાં ટૂંક સમયમાં નવા મુકવામાં આવશે. જિલ્લા વહીવટી સંચાલિત ઈશ્વરિયા પાર્કમાં એક ડઝનથી વધુ બોટિંગ ઈશ્વરિયા તળાવમાં ફરી રહી છે. આગામી દિવસોમાં દરરોજ સહેલાણીઓની સંખ્યા વધે તે માટે વધારે ચિલ્ડ્રનને લગતી સુવિધાઓ કરવામાં આવશે. મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ આકર્ષણ હાલ વધુ છે ત્યારે દરરોજ ઉપરોક્ત ડાન્સિંગ ફૂવારો જોવા માટે અનેક લોકો ઉમટી પડે છે.