ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનાં સેવાના મંદિર સમાન જનસંપર્ક કાર્યાલયનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ
-વિધાનસભા મત વિસ્તાર -૭૦નું કાર્યાલય બેનમુન બનાવાયું હોવાનો મહાનુભાવોનો મત
-પૂર્વ રાજ્યપાલ, ધારાસભ્યો, કોર્પોરેટરો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, સેવાભાવી સંસ્થાના હોદેદારોની ઉપસ્થિતિ
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની લાભદાયી યોજનાઓ વિશેની માહિતી મળશે
-ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા
-કાર્યાલયમાં ધારાસભ્ય રમેશભાઈનો સીધો સંપર્ક થઇ શકશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટ-૭૦ વિધાનસભા મત વિસ્તારમાંથી અત્યાર સુધીની સૌથી વધુ મતની લીડથી ચૂંટાયેલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનાં વિશાળ અને આધુનિક સગવડતા ધરાવતા કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું અને આ કાર્યાલયમાં રહેલી પ્રજાલક્ષી સુવિધાઓ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. ભક્તિનગર સોસાયટી, માર્ગ નંબર-૨, ભક્તિનગર સર્કલ પાસે બનાવવામાં આવેલા આ આધુનિક અને સુવિધાસભર કાર્યાલયનો આજથી જ પ્રારંભ થઇ ગયો છે. આજના ઉદઘાટન સમારોહમાં વિવિધ ક્ષેત્રનાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યાલય નિહાળી રમેશભાઈ ટીલાળાનાં પ્રજાલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી.
વિધાનસભા મત વિસ્તાર-૭૦ના મતદારો સરળતાથી સંપર્ક કરી શકે તેવા હેતુથી ભક્તિનગર સર્કલ વિસ્તારમાં આ કાર્યાલય બનાવાયું છે અને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આખા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને જુદા જુદા સરકારી વિભાગના પ્રશ્નો સાંભળવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો અને રમેશભાઈ ટીલાળાને અભિનંદન પણ આપ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી હરેશભાઈ હેરભા,ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, ઉદ્યોગપતિ ભરતભાઈ માંકડિયા, સર્વાનંદભાઈ સોનવાણી, ચીમનભાઈ હપાણી, ખીમજીભાઈ મકવાણા, મુકેશભાઈ શેઠ, મનસુખભાઈ પાણ, ભવાનભાઈ રંગાણી, મેરામભાઇ વાંસજાળિયા, લાભુભાઈ ખીમાણીયા, મહાવીરભાઇ ખુમાણ ઉપરાંત
શહેર જિલ્લાના આગેવાનો, પક્ષના અગ્રણીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સેવાકીય સંસ્થાના હોદેદારો તેમ જ મત વિસ્તારના અગ્રણીઓ અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જાગૃત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉપસ્થિત સૌ મહેમાનોનો આભાર માન્યો હતો અને લોકોને આ કાર્યાલય મારફત મળતી સુવિધાઓનો પૂરો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ જનસંપર્ક કાર્યાલયમાં નાગરિકો પોતાના પ્રશ્નો અને મૂંઝવણનાં નિરાકરણ માટે રજૂઆત કરી શકશે અને પ્રજાના પ્રતિનિધિ ખરા અર્થમાં કેવા હોવા જોઈએ તેનો અહેસાસ કરી શકશે.
દરમિયાન આ જનસંપર્ક કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ જેવી કે, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ સુવિધા, વર્ચ્યુઅલ સભાઓ, કોન્ફરન્સ હોલ અને વિડીયો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યા છે.
આ સિવાય લોકો માટે જરૂરી બની ગયેલા અને ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમિક કાર્ડ, જનધન કાર્ડ, વિધવા પેન્શન યોજના, આધાર કાર્ડ, આધાર-મોબાઈલ લીંક, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, વૃધ્ધ અને નિરાધાર પેન્શન યોજના, ઇન્ડિયન પોસ્ટ વીમા યોજના, પોસ્ટ ઓફીસ સેવિંગ બેંક ખાતું, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, વ્હાલી દિકરી યોજના, અનાજ પુરવઠા ફોર્મ, આર.ટી.ઈ માટે બાળકોના ફોર્મ ભરવા, રાશન કાર્ડ અંગેના સુધારા, પેન્શન યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બીલ સહાય યોજના, પ્રધાન મંત્રી પેન્શન યોજના, પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના, પી.એમ. લેબર પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, બિન અમાનત જાતિની યોજનાઓ, પ્રમાણપત્રો, સંકટ મોચન યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વાહન અકસ્માત સહાય યોજના, મહિલા સમૃદ્ધિ યોજના અને તેના જેવી બીજી અનેક સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યાલયમાં ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.