CBI-ACB અસલી છે કે નહીં, કેમ ઓળખશો ? વેપારીઓને પાઠ’ ભણાવશે ચેમ્બર ઓફ કોમર્સ
બન્ને મહત્ત્વની બ્રાન્ચના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી વેપારીઓને આપશે માર્ગદર્શન: છેલ્લા ઘણા સમયથી નકલી અધિકારીનો રાફડો ફાટ્યો હોય સૌને જાગૃત કરાશે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સીબીઆઈ તેમજ એસીબીના નકલી અધિકારી બનીને અનેક વેપારીઓ પાસેથી માતબર રકમ પડાવી લીધાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે રાજકોટના વેપારી આવા લેભાગુઓનો ભોગ ન બને તે માટે સીબીઆઈ અને એસીબીના અધિકારીઓ અસલી છે કે નહીં તે સહિતનું માર્ગદર્શન આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતીકાલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બન્ને મહત્ત્વની બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કાલે બપોરે ૩:૩૦ વાગ્યાથી ચેમ્બરના કોન્ફરન્સ હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સીબીઆઈ અને એસીબી-ગાંધીનગર બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે
એન્ટી કરપ્શન એક્ટિવિટી’ અંગે પબ્લીક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં અધિકારીઓ હાજર રહી વિવિધ કચેરીઓમાં થતાં ભ્રષ્ટાચાર અંગે લોકોમાં જાગૃતિ લાવવા અંગેની માહિતી આપશે.
આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ફોન નં.૨૨૨૭૪૦૦, ૨૨૨૭૫૦૦ તેમજ મો.૭૩૮૩૧૨૭૪૦૦ ઉપર અથવા તો ઈ-મેઈલ આઈડી ઉપર રજિસ્ટે્રશન કરાવી શકાશે.