રાજકોટ એરપોર્ટ પરની સિક્યુરિટી કેવી છે? રિપોર્ટ માટે ડી.જી.સી.એ.નું ચેકીંગ
દિલ્હીથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ પ્રજાપતિ રાજકોટમાં:બે દિવસ રોકાઈ એરપોર્ટનું ઇન્સ્પેક્શન કરશે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડી.જી.સી.એ.ના અધિકારી ઇન્સ્પેક્શન માટે આવ્યાં છે. રવિવારે સાંજની ફ્લાઈટમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ પ્રજાપતિ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઇન્સ્પેકશન કરશે ત્યારબાદ મંગળવારે રિપોર્ટ તૈયાર થશે.
નવા ટર્મિનલ પહેલા અત્યારે જે હંગામી ધોરણે ટર્મિનલ અને સેફટી અને સિક્યુરિટીને લઈને આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને તેમની ટીમ દ્વારા બે દિવસના રોકાણ દરમિયાન સમીક્ષા કરવામાં આવશે. આજ નિરીક્ષણ બાદ એરપોર્ટ પરના સુધારા કે નવી વ્યવસ્થા અંગેની સૂચના આપવામાં આવશે.
હજુ સુધી નવા ટર્મિનલના લોકાપર્ણની કોઈ તારીખ આવી નથી,નવુ બિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગયું છે, જાન્યુઆરી મહિનાના આખરમાં આ ટર્મિનલ નું લોકાર્પણ કરાય તેવી શક્યતા એરપોર્ટ ના અધિકારીઓએ વ્યક્ત કરી છે .