ગોંડલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મહિલા સહીત અડધો ડઝન પોલીસ સ્ટાફની બદલી
માંડવી ચોક પોલીસ ચોકી નજીકથી પકડાયેલ વરલીની જુગાર ક્લબ બાદ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી
ગોંડલમાં છ દિવસ પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે વર્લી મટકાના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ જિલ્લા પોલીસ વડાએ ગોંડલના એક મહિલા પોલીસ કર્મચારી સહીત ૬ અને ભાયાવદરના એક પોલીસ કર્મચારીની બદલી કરી નાખી છે. ગોંડલના માંડવી ચોક પોલીસ ચોકી નજીક 12/૮ ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી વર્લી મટકા (આંકડા) નો જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરોડાના છ દિવસ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડે ગોંડલના છ પોલીસ સ્ટાફની બદલી કરી છે જેમાં ધર્મીષ્ઠાબેન માઢકને પડધરી, મોહિતભાઈ સિંધવને ધોરાજી, વિપુલભાઈ ગુજરાતીને પાટણવાવ, જયસુખભાઈ ગરાંભડિયાને ભયાવાદર, હાર્દિકભાઈ કેરાળિયાને જામકંડોરણા, રાજદીપસિંહ જાડેજાને હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત ભાયાવદરના ધરેન્દ્ર ગોરધનભાઈની જામકંડોરણા બદલી કરવામાં આવી છે
