પ્રાયમરી માર્કેટમાં ગુજરાતીઓનો દબદબો : IPO ભરવામાં આગળ
રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોના લોકોનુ પ્રાયમરી માર્કેટમા મોટું રોકાણ
ગૃહ ઉદ્યોગની જેમ કુટુંબના દરેક સભ્યોના નામે આઇ.પી.ઓ મા શેરો મેળવવા અરજીઓ કરવામા આવે છે
ગુજરાતીઓનો શેરબજારમાં સિંહ ફાળો રહ્યો છે.ખાસ કરીને ગુજરાતીઓ રિસ્ક ટેકર હોય છે અને હાલમા શેરબજાર મા ખાસ કરીને આઈ.પી.ઓ માં એટલે કે પ્રાઇમરી માર્કેટમાં જોરદાર તેજી ચાલી રહી છે.ત્યારે આનો લાભ લેવામા ગુજરાતી ઓ એ પાછા પાણી નથી કરી. કરોડો-અબજો રૂપિયા ગુજરાતીઓ ઠાલવી રહ્યા છે.

કુટુંબના દરેક સભ્યોના નામે શેરો મેળવવા અરજીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના ઘણા બધા શહેરોમાં નો ફાળો પ્રાઇમરી માર્કેટમાં વધારે છે.જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા અને જામનગરનો મુખ્ય ફાળો છે. અમદાવાદ જેવા શહેરમાં 40% થી વધુ લોકો શેર બજારમાં નાણા રોકી રહ્યા છે. જ્યારે રાજકોટ 30%,સુરત 25% અને વડોદરા, જામનગર, ભાવનગર મા પણ ૨૦% થી વધુ લોકો શેરબજારમાં રસ દાખવી રહ્યા છે.
ઘણા કુટુંબો મા તો બાળકનો જન્મ થતાં જ તેના આધાર કાર્ડ-પાનકાર્ડ કઢાવીને બેન્ક એકાઉન્ટ ઓપન કરવામાં આવી રહ્યા છે.જેવું પાનકાર્ડ નીકળી જાય અને બેન્ક એકાઉન્ટ ખુલી જાય એટલે શેર બજારમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી લે છે. ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવી લે છે અને બાળકના નામે એટલે કે માયનર ના નામે શેરો મેળવવા અરજીઓ કરવામા આવે છે.
ઘણા કિસ્સામા એક થી બે મહિનાના બાળકના નામે એકાઉન્ટ ખુલવામા આવી રહ્યા છે. માયનર એકાઉન્ટ ખોલવા માટે શેર બ્રોકરો ને ત્યાં સારા આઈ.પી.ઓ વખતે લઈને લાગતી હોય છે. હાલની શેર બજાર ની તેજીનો લાભ ગુજરાતીઓ લઈ રહ્યા છે. આવનારા સમયમાં ઘણા બધા આઇ.પી.ઓ પાઇપલાઇન મા છે. 2024 મા વૈશ્વિક સ્તરે સૌથી વધુ આઈ.પી.ઓ ભારતમાં બહાર પડ્યા ના પણ સમાચાર છે.
ગુજરાતીઓ તેમના મુખ્ય ધંધા-રોજગાર તરીકે શેરબજાર નો લાભ લઈ રહ્યા છે. ફુલ ટાઈમ બિઝનેસ કરીને શેર બજાર માં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આ સપ્તાહના દરેક આઇ.પી.ઓ મા પ્રીમિયમથી જ લિસ્ટિંગ થયું છે રોકાણકારોને શેરોનું એલોટમેન્ટ આવ્યું હોય તો સરવાળે નફો જ થયો છે.