સોનાનાં ભાવમાં 1000નો ઉછાળો: 77000એ પહોંચ્યું
ચાંદીના ભાવમાં પણ ચમક વધી ને 90,000 પ્રતિ કિલો ગ્રામ
સોમવારે સાંજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 77000 ની સપાટીને પાર કરી ગયો છે જ્યારે ચાંદી પણ મોંઘી થતા 90,000 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
ગત અઠવાડિયામાં બંને કિંમતી ધાતુમાં દબાણ આવતા ઘટાડો થયો હતો જ્યારે આજે ફરી સોનુ હજાર રૂપિયા વધીને 77000એ આવી ગયું છે. ભાવ ઘટતા 74000ના લેવલ સુધી આવી ગયું હતું.
સોમવારે સોનુ અને ચાંદી બંનેમાં તેજીનો તિખારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ 2100 રૂપિયા વધીને પ્રતિ કિલો 89 289 એ પહોંચી હતી અગાઉ ચાંદીનો ભાવ 87,000 હતો. સોનાના ભાવની સપાટી સતત આગેકૂચ કરી રહી છે તેમ છતાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધી રહ્યું છે.