ઘૂઘરા-લસણીયા બટેટા-પાંઉભાજી-દાળ પકવાનની દુકાન-રેંકડી પર ચેકિંગ
૩૭માંથી ૮ પાસે લાયસન્સ ન્હોતું: ૮૦ ફŸટ રોડથી ભાવનગર રોડ, લક્ષ્મીનગર મેઈન રોહથી રાજનગર તેમજ નાનામવા વિસ્તારમાં મનપાની ફૂડ શાખા ફરી વળી
રાજકોટમાં ખોરાકજન્ય રોગચાળો વકરી રહ્યો હોવા ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો જથ્થો પકડાતાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવું જ ચેકિંગ ઘૂઘરા, લસણીયા બટેટા, પાંઉપાજી, દાળ પકવાન સહિતની વાનગી કે દરરોજ મોટી સંખ્યામાં ખવાઈ રહી છે ત્યાં કરવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
મહાપાલિકાની ફŸડ શાખા દ્વારા ૮૦ ફŸટ રોડથી ભાવનગર રોડ, લક્ષ્મીનગર મેઈન રોડથી રાજનગર ચોક તેમજ નાનામવા વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતું ૩૭ રેંકડી-દુકાનોમાં ચેકિંગ કરતાં ૮ પાસે લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું. જ્યાં ચેકિંગ કરવામાં આવ્યું તેમાં અનામ ઘૂઘરા, સુરેશભાઈ ઘૂઘરાવાળા, હરીઈચ્છા વડાપાંઉ, મજેદાર પાંઉભાજી, આનંદ લસણીયા ચણા બટેટા, શિવ ઘૂઘરા, શિવમ દાળ પકવાન, ખાખી ઘૂઘરા-વડાપાંઉ, કનૈયા પૂરીશાક, ખોડિયાર સેન્ડવિચ પફ, ખોડલ ભેળ, પાંડેજી પાર્સલ પોઈન્ટ, અન્નપૂર્ણા ભેળ, અતુલ બેકરી, મોન્જીનીસ કેક શોપ, પટેલ ભજીયા એન્ડ ફરસાણ સહિતનો સમાવેશ થાય છે.