સુરત પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું : કીમ-કોસંબા રેલવેટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા
છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ગુજરાતના સુરતમાં સામે આવી છે. સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર રચવામાં આવ્યું હતું . ટ્રેક પર લગાવેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી દેવામાં આવી છે. સમયસર માહિતી મળતા મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે અધિકારીઓએ તરત જ નિર્ણય લીધો અને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા. રેલવે કર્મચારીઓએ ઘટનાની ગંભીરતાને સમજતા જ બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી.રેલવે કર્મીઓની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા કાવતરાખોરોએ કીમ અને કોસંબા વચ્ચે રેલવે ટ્રેકની ફીશ પ્લેટ ખોલી નાખી હતી અને ટ્રેકને જોડતા 71 પેજ લોક કાઢી નાખવામાં આવ્યા હતા. ઘટના અંગે સમયસર જાણ થઈ જતા એક ગંભીર અકસ્માત અટક્યો હતો. બનાવને પગલે થોડીવાર માટે એ ટ્રેક ઉપર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. પોલીસે ડોગસકોટની મદદથી કાવતરાખોરોનું પગેરો મેળવવા કવાયત હાથ ધરી છે.
રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે 5:24 વાગ્યે ટ્રેક ઉપરના તોડફોડ ની જાણ થયા બાદ કિમના ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટએ એલર્ટ મેન સુભાષ કુમારને જાણ કરતા તેમણે ઘડીના પણ વિલંબ વગર પગલા લીધા હતા. બરાબર એ જ સમયે આવી રહેલી 12910 નંબરની ટ્રેનને લાલ ઝંડીઆપી રોકી દેવામાં આવી હતી. બાદમાં ટ્રેક ઉપર સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.