સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં રેગિંગ અટકાવવા માટે એન્ટી રેગિંગ કમિટીની રચના
એન્ટી રેગિંગ સ્ક્વોડ અને એન્ટી રેગિંગ મોનીટરીંગ સેલની પણ રચના : પ્રોફેસરોની સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓનો પણ સમાવેશ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં રેગિંગ અટકાવવા માટે યુજીસીની સૂચના અને સરકારના આદેશ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશોએ રેગિંગ અટકાવવા માટે એન્ટી રેગિંગ કમિટીની રચના કરી એન્ટી રેગિંગ સ્ક્વોડ અને એન્ટી રેગિંગ મોનીટરીંગ સેલની પણ રચના કરી છે જેમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ, મામલતદાર, પીઆઇ, અખબારના તંત્રી અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કર્યો છે.
શૈક્ષણિકધામમાં વિદ્યાર્થીઓને રેગિંગના નામે થતી હેરાનગતિ રોકવા માટે યુજીસી અને સરકારની સૂચના મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા એન્ટી રેગિંગ કમિટીની રચના કરી એન્ટી રેગિંગ સ્ક્વોડ અને એન્ટી રેગિંગ મોનીટરીંગ સેલની પણ રચના કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સટીએ જાહેર કરેલી અલગ અલગ ત્રણ ટીમોમાં પ્રથમ એન્ટી રેગિંગ કમિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ, મામલતદાર, પીઆઇ, અખબારના તંત્રી સહીત દસ સભ્યોનો સમાવેશ કર્યો છે.
જયારે એન્ટી રેગિંગ સ્ક્વોડ અને એન્ટી રેગિંગ મોનીટરીંગ સેલમાં યુનિવર્સીટીના સત્તાધીશોએ ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો પણ સમાવેશ કર્યો હોવાનું જાણવા મળે છે, જો કે, આ કમિટી રચન આબાદ કમિટીએ એક્ટિવ થાય છે કે, કેમ તે જોવું રહ્યું.