રાજકોટમાં પહેલાં ભરેલી’….પછીદાબેલી’ !!
૪૫ વર્ષના આધેડને પાંચમા ધોરણમાં ભણતો ટાબરીયો' પણ
એ….મહેતા બ્રેડ લાવ’ કહે તો હસતાં હસતાં પીરસાતી
૧૯૭૪માં ભાણવડથી રાજકોટમાં ધંધાની શોધમાં આવેલા અનંતરાય મહેતાએ ભક્તિનગરમાં પહેલી વખત રેંકડીમાં ૧૦ પૈસામાં ભરેલી બ્રેડ' વેચવાનું શરૂ કર્યું જે જોતજોતામાં રાજકોટ માટે બની ગઈ
ફેવરિટ’
૧૯૭૪માં રેંકડીથી શરૂ થયેલી ભરેલી બ્રેડ'ની સફર ૨૦૦૪માં દુકાનમાં પરિણમી: આટલી લાંબી મજલ કાપ્યા બાદ પણ
ટેસ્ટ’માં જરા અમથો ફરક નહીં, એ જ મોટી ઉપલબ્ધી
મોટાભાગના સ્વાદશોખીનો એમ જ માનતાં હશે કે રાજકોટમાં દાબેલી પહેલાં આવી’તી; જો કે એવું નથી…કેમ કે ૧૯૭૪માં અનંતરાય મહેતાએ શહેરીજનોને પહેલાં ભરેલી બ્રેડ'નો ટેસ્ટ કરાવ્યો હતો વૉઈસ ઑફ ડે, રાજકોટ
સ્વાદશોખીનો’ના મોઢામાં વાંચીને જ પાણી છૂટી જાય તેવી રાજકોટની ૪૯ વર્ષ જૂની વાનગીની પ્રસ્તુતિ આ વખતના એપિસોડમાં વૉઈસ ઑફ ડે' કરી રહ્યું છે.
સામાન્ય રીતે કોઈને પૂછવામાં આવે કે રાજકોટમાં બ્રેડની વાનગી સૌથી પહેલી કઈ આવી હતી ? આ પ્રશ્ન સાંભળીને લગભગ દરેક વ્યક્તિ એમ જ કહેશે કે ભલા માણસ...આ તે કઈ પૂછવાની વાત છે ? આપણે ત્યાં તો સૌથી પહેલાં
દાબેલી’ જ આવી હતી !! જો કે આવું નથી. રાજકોટને બ્રેડનો સૌથી પહેલો ટેસ્ટ ભરેલી બ્રેડ'ના રૂપમાં કરાવવામાં આવ્યો હતો અને આ ટેસ્ટ અનંતરાય મહેતા કે જેમની ઉંમર હાલ ૮૪ વર્ષની છે તેમના દ્વારા કરાવાયો હતો. એટલા માટે જ આ એપિસોડનું
મથાળું’ પહેલાં ભરેલી' પછી
દાબેલી’ આપવામાં આવ્યું છે…
સાલ ૧૯૭૪માં ભાણવડથી ધંધાની શોધમાં અનંતરાય મહેતા રાજકોટ આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેમણે ભરેલી બ્રેડ' વેચવાનું નક્કી કરી ભક્તિનગર વિસ્તારમાં રેંકડી મારફતે વેપાર શરૂ કર્યો હતો અને માત્ર દસ પૈસામાં ભરેલી બ્રેડ વેચવાનું શરૂ કર્યું હતું. આ પછી તેમણે પોતાની રેંકડીનું લોકેશન બદલાવી ચૌધરી હાઈસ્કૂલમાં તબદીલ કર્યું હતું જ્યાં તેમની
ભરેલી બ્રેડ’ ઉપડી ગઈ હતી અને જોતજોતામાં આ વાનગીનો ટેસ્ટ લોકોને મોઢે વળગી ગયો હતો. ત્યારબાદ ૨૦૦૪માં તેમણે ઉમેશ કોમ્પલેક્સમાં મહેતા બ્રેડ'થી દુકાન શરૂ કરી હતી જ્યાં આજે પણ સવાર-સાંજ લોકોની એટલી જ ભીડ રહે છે. અંદાજે ૧૦ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૩માં અનંતરાય મહેતા નિવૃત્ત થયા બાદ મહેતા બ્રેડની બાગડોર હિરેન મહેતા અને ચેતન મહેતાએ સંભાળી હતી જેમણે સમય જતાં જતાં અનેક વાનગીઓનો ઉમેરો કર્યો હતો. જો કે નવી આવેલી વાનગીઓની ખાસીયત એ છે કે તે શહેરમાં દરેક જગ્યાએ નહીં બલ્કે માત્ર મહેતા બ્રેડમાં જ ઉપલબ્ધ બને !! હિરેન મહેતાએ જણાવ્યું કે જ્યારે તેમના પિતા ચૌધરી હાઈસ્કૂલમાં રેકડી લઈને ઉભા રહેતા ત્યારે તેમની ઉંમર ૪૫ વર્ષ આસપાસની હશે તે સમયે પણ જો પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો ટાબરિયો આવીને કહે કે
એ…મહેતા બ્રેડ લાવ’ એટલે પિતા જરા અમથો ગુસ્સો કર્યા વગર હસતાં મોઢે તેને બ્રેડ બનાવી આપતા હતા અને ઘણાખરા લોકોને પૈસા લીધા વગર પણ નાસ્તો કરાવ્યો હશે.
કેવી રીતે બને છે ભરેલી બ્રેડ
રાજકોટમાં ૧૯૭૪માં આવેલી ભરેલી બ્રેડ અત્યંત સરળ રીતે બને છે. બ્રેડમાં લાલ-લીલી ચટણીનું મિશ્રણ કરવામાં આવ્યા બાદ તેમાં સીંગદાણા અને સેવ, બટેટું તેમજ દહીં ભેળવવામાં આવે છે. જો કે આ તમામ વસ્તુ માપસર મીક્સ કરીને બનાવાય તો જ ભરેલી બ્રેડનો અસલ ટેસ્ટ આવી શકે છે. આજની તારીખે એક-એક વ્યક્તિ આરામથી બેથી લઈ પાંચ બ્રેડ ઝાપટી જાય છે.
અહો આશ્ચર્યમ્…તહેવારોમાં રખાય છે રજા !
હિરેન મહેતાએ જણાવ્યું કે તહેવારોમાં લોકો ખાણીપીણીનો વધુ આગ્રહ રાખતાં હોવાથી દુકાન ઉપર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોવાથી અમે લોકો દિવાળી, સાતમ-આઠમ સહિતના તહેવારોમાં રજા રાખીએ છીએ. સામાન્ય રીતે આ દિવસોમાં લોકો પોતાનો ધંધો ધમધોકાર ચલાવી લેતા હોય છે પરંતુ અમારે એવું નથી.
મામલતદારથી લઈ કલેક્ટર, પોલીસ અધિકારીઓ પણ ભરેલી બ્રેડ'ના દિવાના રાજકોટની
ભરેલી બ્રેડ’ના દિવાના સામાન્ય લોકો જ નહીં બલ્કે મામલતદારથી લઈ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ રહેલા છે અને અહીં જેટલા જેટલા અધિકારીઓ આવ્યા તેમણે ભરેલી બ્રેડ ન ચાખી હોય તેવું ભાગ્યે જ બન્યું હશે.
આઈસ્ક્રીમ ભેળ, રતલામી ચાટ, આલુ ચાટ, કચ્છી કટકાનો પણ એટલો જ ઉપાડ' મહેતા બ્રેડમાં માત્ર ભરેલી બ્રેડ, દાબેલી, દહીં ચેવડો સહિતની વાનગીઓ મળે છે એવું નથી. અહીં દેશની પહેલી આઈસ્ક્રીમ ભેળ, રતલામી ચાટ, આલુ ચાટ, કચ્છી કટકા જેવી
એક્સક્લુઝિવ’ વાનગીનો પણ એટલો જ ઉપાડ છે અને લોકો દૂર દૂરથી આ વાનગીની લીજ્જત માણવા માટે આવી રહ્યા છે.